જીએમડીસી ગ્રાઉન્ડ પર આરએસએસનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. 2024ની ચૂંટણી પહેલા એક તરફ તૈયારીઓ તેજ થઈ રહી છે. ત્યારે આરએસએસ દ્વારા અમદાવાદ જીએમડીસી ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 14 એપ્રિલના રોજ આ સંમેલન યોજવામાં આવશે.
10 હજારથી વધુ સ્વયં સેવકો જીએમડીસી ગ્રાઉન્ડ પર ભાગ લેશે. સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં 14 એપ્રિલે સામાજિક સંગઠન કાર્યક્રમ યોજવામાં આવશે. તાજેતરમાં જ મોહન ભાગવતે અમદાવાદની મુલાકાત લીધી હતી અને મહત્વની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર મોહન ભાગવત અમદાવાદમાં જીએમડીસીના આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની ઉપસ્થિતિમાં આરએસએસ દ્વારા સ્વંયસેવકો જોડાશે.
ગઈકાલે પણ અમદાવાદની મુલાકાતે મોહનભાગવત પહોંચ્યા હતા. જ્યાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠકમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ મામલે ચર્ચા કરવામાં આવશે. મોહન ભાગવત આ બેઠકમાં જોડાયા હતા ત્યારે ફરી એપ્રિલ મહિનામાં 14 તારીખના રોજ મોહન ભાગવત હાજરી આપશે. અમદાવાદના આગામી કાર્યક્રમને લઈને તૈયારીઓ આરએસએસ તરફથી શરુ કરવામાં આવી છે.