હાલના આધુનિક ગાજરનું મૂળ મધ્ય એશિયામાં છે 11મી સદીમાં યહૂદી વિધવાન સિમોન શેઠે લાલ અને પીળા ગાજરનું વર્ણન કર્યું હતું જર્મન અને સ્વીઝલેન્ડમાં જુના પુરાતત્વીય સ્થળોમાં ગાજરના બીજ મળ્યા હતાં 1100 વર્ષ પહેલા મધ્ય એશિયામાં ગાજરનું પ્રથમ દસ્તાવેજી કરણ થયું હતું. આજે ચાર એપ્રિલના આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ ઉજવાશે ગાજરના વાવેતર અને બિયારણ સંશોધન ક્ષેત્રે જુનાગઢ નજીકનું ખામધ્રોળ ગામ ગાજરનું હબ ગણાય છે ખામધ્રોળના વલ્લભભાઈ મારવાણીયાએ 1943 થી ગાજરના વાવેતર ક્ષેત્રે ઝંપલાવ્યું હતું ખેડૂતોને આ પાક રોકડીયો છે એ ખેડૂતોને સમજાવી ગાજરનું વાવેતર કરતા કર્યા હતા ગાજરના વાવેતર અને બિયારણના સંશોધન બદલ સ્વ. વલ્લભભાઈ મારવાણીયાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો આ અંગે પદ્મશ્રી વલ્લભભાઈ મારવાણીયાના પુત્ર અરવિંદભાઈએ જણાવ્યું હતું કે અમે જે બિયારણના ગાજરનું વાવેતર કર્યું તેની ઉપજ એન્ટી ઓક્સિડન્ટ અને વિટામીન એથી ભરપૂર હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું હતું. અન્ય જાતના ગાજરના બિયારણમાં આવા તત્વો મળ્યા ન હતા.ખામધ્રોળના થતા ગાજર 9 થી 18 ઇંચના થાય છે ગાજરની ખેતી સારી છે તે ખેડૂત સમજતા થયા છે અને તેનો લાભ ઉપભોક્તાને મળતો થયો છે