આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાતની આગવી ઓળખ એવી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત “સમિટ ઓફ સક્સેસ” કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી સંબોધન કરતા જણાવ્યું કે, આજે વાઇબ્રન્ટ સમિટના પ્રણેતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતની જનતા વતી જી-20 સમિટિની સફળતા બદલ અભિનંદન પાઠવું છું. આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશો ભારત સાથે સહભાગીતા માટે તત્પર છે જેના કારણે ભારતમાં નવી ટેક્નોલોજી,નવા ઉદ્યોગ અને રોજગારની નવી તકો વધી રહી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં નવી ટેકનોલોજી,ઉદ્યોગો,રોજગારીનું સર્જન વધે તે માટે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી.
વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની સક્ષમતા વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 28 સપ્ટેમ્બર 2003માં વાવેલુ વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે એક વટવૃક્ષ તરીકે ઉભર્યુ છે. ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે. આ સમિટ ઓફ સક્સેસ એ માત્ર નામ નથી પરંતુ રાજયના સર્વાંગી વિકાસનો પર્યાય બન્યો છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં આર્થિક વિકાસ સાથે દરેક વર્ગ અને સમાજ સુધી વિકાસ પહોંચ્યો છે. વાઇબ્રન્ટ સમિટે ગુજરાતની પ્રગતીના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું અગ્રીમ એક્સોપોર્ટ સ્ટેટ બન્યું છે. આજે ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓએ કારોબાર પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત પ્રોએક્ટીવ પોલીસી અને પ્રોપીપ્લસ ગવર્નન્સની નેમ સાથે યોગદાન આપવા કટીબદ્ધ છે.