Gold Silver Rate: બુલિયન માર્કેટ (Bullion Market) માં આજે સોના-ચાંદી (Gold Silver Rate) ના ભાવની ચમક થોડી ફિક્કી પડી રહી છે. સોનું અને ચાંદી તેના ઉપલા સ્તરની નીચે કારોબાર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
સોનામાં આજે કેવો દેખાઈ રહ્યો છે કારોબાર
MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનામાં 409 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 0.68 ટકા ઘટીને 60 હજાર 102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. સોનું આજે 59 હજાર 958 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચા સ્તરે જોવા મળ્યું હતું અને જ્યારે હાઈ લેવલે 60 હજાર 402 રૂપિયાની સપાટી જોવા મળ્યું હતું અને આ માત્ર ઓપનિંગ લેવલ જ હતું. સોનાના આ ભાવ તેના જૂન વાયદા માટે છે અને કોમોડિટી માર્કેટમાં આજે સોનું તે કોમોડિટીમાં સામેલ છે જેનો લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો છે.
ચાંદીમાં કેવો છે કારોબાર
જો આપણે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે 230 રૂપિયા અથવા 0.31 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. જેમાં 74 હજાર 340 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે કારોબાર ચાલી રહ્યો છે. આજે તેમાં નીચલી બાજુએ 74 હજાર 057 પ્રતિ કિલોની સપાટી જોવા મળી હતી અને ઉપરની બાજુએ 74 હજાર 380ની સપાટી આવી હતી. ચાંદીના આ ભાવ તેના મે વાયદા માટે છે.
દેશના ચાપ પ્રમુખ મહાનગરોમાં સોનું કેટલું સસ્તુ થયુ
- દિલ્હીમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તુ થઈ 60,580 રૂપિયા પર મળી રહ્યું છે
- મુંબઈમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈ 60,430 રૂપિયા પર મળી રહ્યું છે
- કોલકાતામાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈ 60,580 રૂપિયા પર મળી રહ્યું છે
- ચેન્નાઈમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 420 રૂપિયા સસ્તું થઈ 61,100 રૂપિયા પર મળી રહ્યું છે