પાટણએક કલાક પહેલા
હોટલ પર ટ્રેલરને પાર્ક કરી લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
ઉનાળાની બળબળતી ગરમીમાં હાઈવે માર્ગો પર ચાલુ ગાડીનાં ટાયરોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સર્જાતી જોવા મળી રહી છે. ત્યારે રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરનાં ટાયરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેલરના ચાલકે જોખમ ઉઠાવી આગ લાગેલા ટ્રેલરને દોઢ કિલોમીટર સુધી હંકારી હાઇવે પરની હોટલ પર લાવી લોકોના સહયોગથી ટેલરમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.
પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર તરફથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં સાંતલપુર નજીક માર્ગ પર કોઈ કારણોસર ભયાનક આગ ભભૂકી ઉઠતા અને આ બાબતની જાણ ટેલરના ચાલકને થતા તેવો એ સમય સૂચકતા સાથે સાહસ કરી ટ્રેલરના ટાયરમાં લાગેલી આગ હોવા છતાં પોતાનું ટ્રેલર દોઢ કિલોમીટર સુધી હંકારી હાઇવે પરની હોટલ ખાતે લાવી લોકોની મદદથી આગને મહામુસીબતે કાબુમાં લીધી હતી.
જોકે, ટાયરમા આગ લાગી હોવા છતાં ચાલક દ્વારા દોઢ કિલોમીટર પોતાનું ટ્રેલર હાઇવે માર્ગ પર દોડાવતાં અફડા તફડી મચી જવા પામી હતી. આ આગના બનાવમાં ટ્રેલરને ભારે નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે…