LPG Gas Cylinder: આજકાલ મોંઘા રાંધણ ગેસે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ઘણા લોકોએ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નેચરલ ગેસની ફોર્મ્યુલા પછી તમારે LPG ગેસ સિલિન્ડર પર 120 રૂપિયા સુધી ઓછા ચૂકવવા પડશે. એટલું જ નહીં સીએનજીના ભાવ પર પણ અસર થશે. મીડિયા રિપોર્ટ મુદબ, ગ્રાહકો નવી ફોર્મ્યુલા અપનાવીને તેમના રૂપિયા બચાવી શકે છે. કારણ કે નેચરલ ગેસની કિંમત 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની આસપાસ છે.
નેચરલ ગેસની કિંમત થઈ ફિક્સ
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કુદરતી ગેસની કિંમતો નક્કી કરી છે. એટલે કે, પ્રાકૃતિક ગેસ એક નિર્ધારિત કિંમતથી વધુ ભાવે વેચવામાં આવશે નહીં. કેન્દ્રીય માહિતી મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કુદરતી ગેસની કિંમત ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ બાસ્કેટના 10 ટકાથી વધુ નથી. આ કેપને કારણે કુદરતી ગેસની કિંમત ક્રૂડ બાસ્કેટના બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 6.5 ડોલરથી ઘટી જશે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કુદરતી ગેસની કિંમત 8.57 ડોલર પ્રતિ mmBtu છે.
એલપીજીના ભાવમાં 120 રૂપિયા સુધીનો આવશે ઘટાડો
આપને જણાવી દઈએ કે, ભારતીય બાસ્કેટમાં વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતના 10 ટકાથી વધુ ભાવે કુદરતી ગેસ ખરીદવામાં આવશે નહીં. નવા ફોર્મ્યુલા હેઠળ, 6.5 ડોલર પ્રતિ થર્મલ યુનિટથી વધુના ભાવે કુદરતી ગેસ ખરીદવામાં આવશે નહીં. એવું માનવામાં આવે છે કે, કેટલાક શહેરોમાં એલપીજી ગેસ એટલે કે 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1,200 રૂપિયાની આસપાસ છે. એટલે કે તેના 10 ટકા 120 રૂપિયા છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે જો નવી ફોર્મ્યુલા અસરકારક રહેશે તો LPG સિલિન્ડરની કિંમતમાં 120 રૂપિયાનો ઘટાડો થશે. તેની સાથે CNGની કિંમતમાં પણ પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.