PhonePe, એક કંપની જે ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સર્વિસ પૂરી પાડે છે, તેણે $100 મિલિયનના ફંડિંગ રાઉન્ડમાં વધુ $100 મિલિયન એકત્ર કર્યા છે. કંપનીને આ ફંડ જનરલ એટલાન્ટિક અને તેના કો-ઇન્વેસ્ટર્સ પાસેથી મળ્યું છે. કંપનીએ આ રકમ $12 બિલિયનના મૂલ્યાંકન પર હસ્તગત કરી હતી. આ સાથે વોલમાર્ટ ગ્રુપ કંપનીએ અત્યાર સુધીમાં $750 મિલિયન એકત્ર કર્યા છે. PhonePe એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “PhonePe એ તેના ચાલુ ભંડોળ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે ગ્લોબલ ફર્મ જનરલ એટલાન્ટિક અને તેના કો-ઇન્વેસ્ટર્સ પાસેથી $100 મિલિયનની વધારાની રકમની પુષ્ટિ કરી છે. જનરલ એટલાન્ટિકે શરૂઆતમાં જાન્યુઆરી 2023માં PhonePeમાં $350 મિલિયનનું ઇન્વેસ્ટ કર્યું હતું.
વધુ કેટલા ભંડોળની જરૂર છે?
જાન્યુઆરીમાં, PhonePe એ $12 બિલિયનના મૂલ્યાંકન સાથે $100 મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી ફિનટેક યુનિકોર્નએ જનરલ એટલાન્ટિકમાંથી $450 મિલિયન, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, રિબિટ કેપિટલ અને TVS કેપિટલ પાસેથી $100 મિલિયન અને તેના સૌથી મોટા શેરહોલ્ડર – વોલમાર્ટ પાસેથી $200 મિલિયન એકત્ર કર્યા છે. કંપની હજુ વધુ ઇન્વેસ્ટ મેળવવા માટે આશાવાદી છે. તે હવે તેના લક્ષ્યથી $250 મિલિયન દૂર છે.
અગાઉના અહેવાલ પ્રમાણે PhonePe $12 બિલિયનના મૂલ્યાંકન પર જનરલ એટલાન્ટિક અને અન્ય લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવા માંગે છે. PhonePe આ ફંડનો ઉપયોગ વીમા, ફંડ મેનેજમેન્ટ, લોન, શેર બ્રોકિંગ, ONDC આધારિત ખરીદી વગેરે માટે કરવાની યોજના ધરાવે છે.
PhonePe શા માટે ભંડોળ એકત્ર કરી રહ્યું છે
PhonePe અનુસાર, ફંડનો ઉપયોગ કંપનીની ચૂકવણી અને વીમા વર્ટિકલ્સને વિસ્તૃત કરવા માટે કરવામાં આવશે અને ધિરાણ, સ્ટોક બ્રોકિંગ, ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) આધારિત શોપિંગ અને એકાઉન્ટ એગ્રીગેટર્સ જેવા નવા વ્યવસાયો પણ આક્રમક રીતે શરૂ કરવામાં આવશે. નવા બિઝનેસને આગામી કેટલાક વર્ષોમાં શરૂ કરવાની યોજના છે. આ ધિરાણ વ્યવસાય એવા સમયે શરૂ થવા જઈ રહ્યો છે જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeiTY) મંત્રાલયે ધિરાણ આપતી એપ્સ પર કડકાઈ કરી છે.