Why Is Bitcoin Rising: વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Bitcoinના ભાવ આ વર્ષની શરૂઆતથી લગભગ 80% વધ્યા છે. આ સાથે, તેની કિંમત લગભગ 10 મહિના પછી ફરી $30,000 (આશરે રૂ. 24.67 લાખ) પર પહોંચી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરી, 2023ના રોજ એક બિટકોઈનની કિંમત લગભગ $16,500 હતી, જે 12 એપ્રિલે વધીને $30,042 થઈ ગઈ હતી. છેલ્લા એક મહિનામાં તેની કિંમત લગભગ 35.86% વધી છે. આખરે, બિટકોઈનના ભાવમાં આ તેજી પાછળનું કારણ શું છે?
વ્યાજ દરમાં વધારો અટકે તેવી અપેક્ષા
ક્રિપ્ટો-નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વ બેંક ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો અટકાવે તેવી શક્યતા બિટકોઈનના ભાવમાં તાજેતરની તેજી પાછળનું મુખ્ય કારણ છે. તેમનું કહેવું છે કે વ્યાજદરમાં વધારાને રોકવા અને તેને વધુ ઘટાડવાથી ક્રિપ્ટોકરન્સી સહિત વધુ જોખમી અસ્કયામતોમાં રોકાણ વધી શકે છે.
યુ.એસ.માં ભરતીની પ્રવૃત્તિઓ ધીમી પડી છે. માર્ચ દરમિયાન અમેરિકામાં કુલ 2.36 લાખ નવા લોકોને નોકરી મળી છે. જ્યારે 6 મહિના પહેલા સુધી આ મંથલિ સરેરાશ 3.34 લાખ ભરતી હતી. હાયરિંગ એક્ટિવિટીમાં અપેક્ષિત મંદી અને ઘણી બેંકો દ્વારા સામનો કરવામાં આવતી રોકડની તંગીને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું ટાળે તેવી શક્યતા છે.
બેંકિંગ ક્રાઇસીસ
આ સિવાય અમેરિકા અને યુરોપમાં જોવા મળેલી તાજેતરની બેંકિંગ ક્રાઇસીસએ પણ કેટલાક લોકોને ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષ્યા છે. ડિજિટલ કરન્સીના ઉત્સાહીઓ માને છે કે આવી ક્રાઇસીસને ટાળવા માટે ફાયનાન્સિયલ વ્યવસ્થાનું ડિસેન્ટ્રલાઇઝ જરૂરી છે, જ્યાં બેંકોના નિયમન વિના લોકો તેમના નાણાં પર ફૂલ કંટ્રોલ ધરાવે છે.
બિટકોઈન હાર્વિંગ ઇવેન્ટ
આ સિવાય બિટકોઈનની હાર્વિંગ ઇવેન્ટમાં લગભગ એક વર્ષ બાકી છે. તે મે 2024માં થવાની ધારણા છે. જેમ જેમ 2024 નજીક આવે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બિટકોઇનની કિંમત આ ઇવેન્ટ પહેલા વધુ વધશે.