ગાંઘીનગર કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ સીએમની ઉપસ્થિતિમાં કરાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન. બાબા સાહેબ આંબેડકરજીએ દેશને એક બનો,શિક્ષિત બનો,સંગઠીત બનવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સૌનો સાથ, સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ ના મંત્રથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે.
આ સંકલ્પ સાકાર કરવા યુવાનો મજબૂત પાયો છે. ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રની દરેક યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચન કર્યુ છે. અંતમાં યુવા જોડો અભિયાન સફળ બને તેવી કાર્યકરોને શુભેચ્છા.
ગૌતમભાઇ ગેડિયાજીએ જણાવ્યું હતું, કે, આજે 14 એપ્રિલ બંઘારણના ઘડવૈયા તેમજ ભારત રત્નશ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજંયતીએ દંડવત પ્રણામ કરુ છું. ભારતીય જનતા પાર્ટી ખાલી રાજનીતીનો વિષય નથી પરંતુ ભાજપ એ અંખડ ભારતનું અભિયાન છે. આખા દેશમાંથી ગુજરાત રાજયએ સંકલ્પ કર્યો છે કે, ડો.બાબા સાહેબ આબેડકરજીને તેમની જન્યજંયતીએ 14 એપ્રિલથી 5 મે સુધી યુવા જોડો અભિયાન કરી સવા લાખથી વધુ યુવાનોને જોડી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ સમયગાળામાં પંચરત્ન યોજનાને જનતા વચ્ચે લઇ જવામાં આવશે જેમાં આયુષ્યમાન ભારત,અકસ્માત વિમા યોજના,સુકન્યા સમૃદ્ધી,પ્રધાનમંત્રી વિમા સુરક્ષા ,ઇ શ્રમિક કાર્ડ યોજનાને લઇ અનુસૂચિત સમાજનો એક પણ પરિવાર આ યોજનાથી વંચિત ન રહે તેવુ અભિયાન ચલાવવામાં આવનાર છે.ભાજપની સરકાર સંવેદના સાથે કામ કરી છે. કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.