નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો સંભાળવવામાં આવશે. ત્યારે અત્યારથી જ કોર્ટરુમ ભરાઈ ગયો છે. બહાર ચૂસ્ત પોલીસનો બંદોબસ્ત પણ સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં 11 લોકોના કથિત રીતે મોત થયા હોવાના કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે. સેશન કોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસના જવાનો તહેનાત કરાયા છે.
2008ના રોજ સીટને તપાસ સોંપવામાં આવી હતી
26 ઓગષ્ટ 2008ના રોજ સીટને તપાસ સોંપવામાં આવી હતી. ગોધરાકાંડ સહીત 9 કેસની તપાસ સીટે કરી હતી જ્યારે અગાઉ 2022માં ઘટના બની બતી. નરોડા ગામ હત્યાકાંડ મામલે 21 વર્ષે આ ચૂકાદો આવશે. 8 કેસમાં ચુકાદો આવી ગયો છે એક કેસમાં ચુકાદાની રાહ જોવાતી હતી. 2002ના ગોધરા પછીના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.
આ કેસમાં 258 સાક્ષીઓ
6 સ્ટેનો પાસે 13 દિવસમાં હજાર પાનાનો ચુકાદો લખાવાયો.
10 હજાર પાનાની લેખિત દલીલો, 100 ચુકાદા ટાંકવામાં આવ્યા
આ કેસમાં 258 સાક્ષીઓ છે. જરુરીયાત મુજબના 187 સાક્ષીઓની તપાસ કોર્ટ સમક્ષ પૂર્ણ
પોલીસ દ્વારા 86 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો
86માંથી 17 આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
જેમાંથી 86માંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે
આ કેસમાં માયા કોડનાની બાબુ બજરંગી જયદીપ પટેલ સહીતના આગાવોને છે આરોપી
કુલ 68 આરોપીઓ સામે ચાલી રહી છે ટ્રાયલ
આ હતો મામલો
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તોફાનો ફાટી નિકળ્યા હતા.