પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરથી પસવારી તરફ જતા રસ્તા રોડ ઉપર ભાદર નદીના પુલની નજીક ગઇકાલે રાત્રીના સમયે એક છકડો રીક્ષા ચાલકે પુર ઝડપે આવીને રસ્તા પર જતા એક બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા શહેરથી પસવારી તરફ જતા રસ્તા રોડ ઉપર ભાદર નદીના પુલની નજીક ગઇકાલે રાત્રીના સમયે પસવારી ગામે રહેતા કાનાભાઇ પરબતભાઇ કનારા નામના 50 વર્ષીય આધેડ પોતાનું મોટર સાયકલ નં. GJ-25-F-8565 લઇને જતા હતા ત્યારે એક અજાણ્યો છકડો રીક્ષા ચાલક પુર ઝડપે બેફીકરાઇથી રીક્ષા ચલાવતો આવ્યો હતો અને કાનાભાઇના બાઇકને હડફેટે લેતા તેઓ રસ્તા પર બાઇક સાથે ફંગોળાઇ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા શહેરથી પસવારી તરફ જતા રસ્તા રોડ ઉપર ભાદર નદીના પુલની નજીક ગઇકાલે રાત્રીના સમયે પસવારી ગામે રહેતા કાનાભાઇ પરબતભાઇ કનારા નામના 50 વર્ષીય આધેડ પોતાનું મોટર સાયકલ નં. GJ-25-F-8565 લઇને જતા હતા આ અંગે તેમના કુટુંબીભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા છકડો રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. બી. દેસાઇએ હાથ ધરી છે.