જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં રહેતી ધારા વિનુભાઈ કડીવાર જૂનાગઢના ભરડાવા વિસ્તારમાં રહેતા સુરજ ઉર્ફે ભુવા લાખા સોલંકી સાથે રહેતી હતી બંને વચ્ચે વિવાદ થતા દુષ્કર્મની ફરિયાદ થઈ હતી બાદમાં તારીખ 19/6/2022 ના સુરજ ઉર્ફે ભુવા તેમજ તેના સાગરીતો દ્વારા ધારાને અમદાવાદ જવાનું કહી જુનાગઢથી સાથે લઈ જઈ સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં લઈ જઈ ધારાની હત્યા કરી લાશ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી બાદમાં આ શખ્શોએ ધારા તેની રીતે ક્યાંક જતી રહી છે તેવી વાર્તા ઉભી કરી હતી યુવતીના ભાઈએ અમદાવાદના પાલડી પોલીસમાં અરજી આપી હતી જેના આધારે અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ અટપટા કેસનો ભેદ ઉકેલિ જૂનાગઢના સૂરજ ઉર્ફે ભુવો લાખા સોલંકી અમદાવાદના મીત આનંદ શાહ જુનાગઢના ગુંજન જોશી સુરેન્દ્રનગરના મુકેશ સોલંકી અમદાવાદના સંજય સોહેલિયા જુગલ શાહ અને મૌના આનંદ શાહને પકડી લીધા હતા. જૂનાગઢથી યુવતીને લઈ ગયા હોવાથી આ મામલે બી ડિવિઝન પોલીસમાં હત્યા કાવતરું સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં જુનાગઢ બી ડિવિઝન પોલીસે સુરજ ઉર્ફે ભુવા સહિત આઠેયનો કબ્જો મેળવ્યો છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ અંગે બી ડિવિઝન પીએસઆઇ સી.વાય.બારોટનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓનો કબ્જો મેળવી પૂછપરછ કરવામાં આવશે તેમાં જે વિગત સામે આવશે તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે