આ કાર્યક્રમ હેઠળ રાજકોટના બાલા હનુમાન મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સુરતના અંબાજી મંદિરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સફાઇ અભિયાનની શરૂઆત કરશે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા અલગ-અલગ ધર્મસ્થળો પર ગુજરાત સરકાર તથા ભાજપના સંગઠનના નેતાઓ એક સાથે સવારે 8થી 10 વાગ્યા સુધી સફાઇ અભિયાન હાથ ધરશે, જેમાં મોટી સંખ્યામાં ભાજપ પક્ષના કાર્યકર્તાઓ પણ જોડાશે. આ કાર્યક્રમ હેઠળ અલગ-અલગ મંત્રીઓને વિવિધ ધર્મસ્થળોમાં સફાઈ કરવાની જવાબદારી આપવામાં આવી છે.
આ ધર્મસ્થાનોમાં સફાઈ અભિયાન કાર્યક્રમ
આ કાર્યક્રમ હેઠળ અમદાવાદના ભદ્રકાળી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, દ્વારકાધીશ જગતમંદિર, અંબાજી મંદિર, ગાંધીનગર અક્ષરધામ, ગીરનાર તળેટી, બેચરાજી મંદિર, ઊંઝા ઉમિયા માતા મંદિર, ડાકોર, શામળાજી, ચોટીલા, પાવાગઢ, ખોડલધામ, ડાંગના શબરી ધામ, શેત્રુંજય તીર્થ અને મહુડીમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. અમદાવાદમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મંદિરમાં સફાઇ કરશે.