અમરેલી ફાયર વિભાગ પણ હવે આધુનિક ટેકનોલોજીના સાધનોથી સજ્જ બન્યું છે. અહી ઈમરજન્સી રેસ્કયુ ટેન્ડર મારફત પુર, અકસ્માત અને બિલ્ડીંગ ધરાશાયી જેવી આપદા સમયે તાત્કાલીક રેસ્કયુ કરી શકાશે. અમરેલી ફાયર તંત્રના કર્મચારીઓએ જુદાજુદા કરતબ બતાવી લોકોને સમજણ આપી હતી.
દિન પ્રતિદિન ફાયર ડિપાર્ટમેન્ટના માળખામાં સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ અમરેલી જિલ્લા ફાયર વિભાગને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા વોટર બાઉઝર (કપિધ્વજ) અને ઈમરજન્સી રેશ્ક્યુ ટેન્ડર (રક્ષક)ની ફાળવણી કરવામાં આવી છે. સીનીયર સીટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલ પાસે વોટર બાઉઝર અને ઈમરજન્સી રેસ્કયુ ટેન્ડરનો ઉદ્ઘાટન સમારોહ અને જનતા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા અને ભાવનગર રિજીયનનાં ફાયર વડા રિજીયોનલ ફાયર ઓફિસર પ્રવિણ સારસ્વતના હસ્તે એકઝીબ્યુશન સમારંભનું ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે અમરેલી જિલ્લા ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ઈમરજન્સી રેશ્ક્યુ ટેન્ડરમાં વિદેશી કંપનીના સાધનો આવેલા છે. અમરેલી ફાયર વિભાગ આધુનિક સાધનોથી સજ્જ બન્યું છે. અમરેલી ફાયર વિભાગ આધુનિક સાધનોથી સજ્જ બન્યું છે. ત્યારે ફાયર તંત્ર પાસે રેહલ વોટર બાઉઝર સાડા બાર હજાર લીટર પાણીની કેપીસીટી ધરાવે છે. આગ લાગે ત્યારે 8 થી 9 મિનીટમાં ખાલી થઈ જાય છે. તેના પાણીના પ્રેસરની કેપીસીટી 7/12ની છે.