બનાસકાંઠાના લાખણી તાલુકાના લીમ્બાઉ ગામથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે રેડ પાડી કોઈ પણ ડિગ્રી વિના ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે. આ બોગસ ડોક્ટર સામે દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આરોગ્ય વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે લાખણી તાલુકાના લીમ્બાઉ ગામમાં એક બોગસ ડોક્ટર અરવિંદ દવે કોઈ પણ ડિગ્રી વિના શ્રી સનાતન સાર્વજનિક કલિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. આથી આરોગ્ય વિભાગે બાતમીના આધારે બોગસ ડોક્ટરના ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અરવિંદ દવે કોઈ પણ માન્ય ડિગ્રી વિના જ ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું જણાયું હતું. ક્લિનિક પરથી
19 અલગ-અલગ પ્રકારની દવોઓનો બિનઅધિકૃત જથ્થો જપ્ત
આરોગ્ય વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરતા ઝડપાયો બોગસ ડોકટર આરોગ્ય વિભાગના અધિકારીઓએ એલેપોથિક દવાઓ, બાટલાઓ, બીપી ઇન્સ્ટુમેન્ટ સહિત 19 અલગ-અલગ પ્રકારની દવોઓનો બિનઅધિકૃત જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બોગસ ડોક્ટર અરવિંદ દવે સામે પોલીસ ફરિયાદ કરતા દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે