શહેરના નિર્મળા કોન્વેન્ટ રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં એક માસ પૂર્વ ફ્લેટમાંથી રૂા.9.70 લાખની મત્તાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી દિલ્હીની મહિલાની ધરપકડ કરી રૂા.9.70 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. દિલ્હીના બે શખ્સોની શોધખોળ હાથધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓનો ભેદ અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને એ.સી.પી. ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથધર્યું છે. જેમાં કોટેચા ચોક પાસે ધારેશ્ર્વર ડેરી પાછળ આવેલા સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાની ફ્લેટમાંથી ગત તા.15/4/23ના રોજ ચનુદેવી ઉર્ફે કુલવતી ઉર્ફ સોની શક્તિકુમાર સુધીર કુમાર મિશ્રા નામની કામવાળી રૂા.9.70 લાખની ચોરીના ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાશ આદરી હતી. સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે ફ્લેટમાં હાથફેરો કરનાર અનુદેવી ઉર્ફ કુલવતી મિશ્રા દિલ્હીમાં હોવાની એ.એસ.આઇ.રાજદીપસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને ઝોનલ રાજસિંહ ગોહિલ અને મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ઠાકર સહિતના સ્ટાફ દિલ્હી ખાતે દોડી ગઇ હતી. જેમાં અનુદેવી ઉર્ફ કુલવતી મિશ્રા સતત મકાન અને મોબાઇલ બદલતી હોવાથી ઝડપી પાડવી હોવાથી સ્ટાફે સ્થાનિક પોલીસની મદદથી અને વેશપલ્ટો કરી મહામુસીબતે મહિલાની અટકાયત કરી નિર્મળા રોડ પરના ફ્લેટમાંથી ચોરીની કબૂલાત આપી હતી. અનુદેવી ઉર્ફ કુલવતી મિશ્રાને રાજકોટ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક પૂછપરછમાં જસ્ટ ડાયલ મારફતે સર્ચ કરતા મેઇડ પ્લેશમેન્ટ એજન્સી નામના સંચાલકો ફ્લેટધારકને સંપર્ક કરેલો. જેમાં તેઓને દિલ્હી ખાતેથી કામવાળી અપાવી બે દિવસ કામ કર્યું અને વેપારી પરિવાર બહાર ગામ જતા તકનો લાભ લઇ દિલ્હીની કામવાળીએ મકાનમાંથી રોકડા, મોબાઇલ અને સોનાના ઘરેણા મળી રૂા.9.70 લાખની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત બેંગ્લોર અને ઋષિકેશ ખાતે કામ કર્યાની કબૂલાત આપી છે. એક માસ પહેલા ધારેશ્વર ડેરી પાસે મકાનમાં થયેલી રૂપિયા પોણા દસ લાખ રૂપિયાની ચોરી મામલે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ આરોપીને પકડવા માટે ઠેઠ દિલ્હી સુધી પહોંચી હતી જ્યાં તેમને વેસ્ટ પલટો કરી ચોરી કરનાર મહિલા અનુદેવીની ધરપકડ કરી હતી જેની પૂછતાછમાં તેને શ્યામ અને વિશાલના નામો આપ્યા હતા અને આ બંને શખ્સો મહિલાને કઈ જગ્યાએ કામ કરવું તે વિશેની માહિતી આપતા હોવાનું તેને કેફિયત આપી છે.