જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે આજે ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અને સોશિયલ મીડિયા પર કાર્યશાળા યોજાઇ હતી જેમાં જુનાગઢ શહેર અને જિલ્લાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્ય શાળામાં પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપ પ્રમુખે વડાપ્રધાન અને રાજ્ય સરકારની યોજનાઓના વખાણ કર્યા હતા. બાદમાં કાર્યકરો અને નેતાઓનો ક્લાસ લીધો હતો તેમજ બુથમાં ભાજપને માઇનસમાં મત મળ્યા છે ગત વિધાનસભા ચૂંટણીમાં બુધ દોલતપરા વિસ્તારમાં આવેલા એક બુથના ડેટા મુજબ ત્યાં 1442 મતદાન છે 182 પેજ કમિટીના સભ્યો છે તેના પરિવારના જ 749 મતદાર છે છતાં ભાજપને 327 કોંગ્રેસને 307 અને આપને 184 મત મળ્યા હતા પેજ કમિટીના સભ્યના પરિવારના મત પણ ભાજપને મળ્યા નથી આવા વિસ્તારમાં જ્યાં માઇનસમાં મત મળશે તે વિસ્તારના નેતાઓ પર રાજીનામાની તલવાર લટકી રહી છે તેમ સમજી લેવા ચિમકી આપી હતી આ ઉપરાંત સંબોધન સમયે કોઈ પ્રતિસાદ ન મળતા પ્રદેશ પ્રમુખે બે ત્રણ વાર ટકોર પણ કરવી પડી હતી