April 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ” ભારતીય લોકશાહીની તાલીમ શાળા એટલે પંચાયતી રાજ સંસ્થાઓ ” ‘ પંચ ત્યાં પરમેશ્વર ‘
ગુજરાત

” ભારતીય લોકશાહીની તાલીમ શાળા એટલે પંચાયતી રાજ સંસ્થાઓ ” ‘ પંચ ત્યાં પરમેશ્વર ‘

by gujarat paheredarMay 29, 20230
શેર 1

આપણે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યો છે ગામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે દેશની મોટાભાગની વસ્તી ગામમાં રહે છે. ભારતમાં પ્રાચીનકાળથી વહીવટી તંત્રનુ સૌથી નાનું મહત્વનું એકમ ગામડું,જેની માહિતી વેદો અને બૌદ્ધ જાતકકથાઓ માંથી મળી આવે છે ઋગ્વેદમાં ગામના વડાને ‘ગ્રામીણ’ કહેવામાં આવ્યો છે ગુપ્ત યુગમાં પંચાયતોએ વ્યવસ્થિત સ્થાન પ્રાપ્ત કર્યું તે સમયે તે પંચમંડળ પણ  કહેવાતાં. પંચાયતી રાજ એક એવી સરકારી પ્રથા છે જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે  અહીં ત્રિસ્તરીય પંચાયતી રાજ પધ્ધતિની સ્થાપના કરવામાં આવી છે.
•  ગ્રામ સ્તરે –  ગ્રામ પંચાયત
•  બ્લોક સ્તરે – તાલુકા પંચાયત
•  જિલ્લા સ્તરે – જિલ્લા પરિષદ

પંચાયતી રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમિયાન ઉદભવ્યો છે ‘રાજ’ નો શાબ્દિક અર્થ ‘શાસન’ અથવા સરકાર થાય છે મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી કે જ્યાં દરેક ગામ પોતાને બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે ‘ગ્રામ સ્વરાજ’ એવો શબ્દ પ્રયોજ્યો હતો. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે ગ્રામપંચાયત એટલે ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે અહી તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યને બેઠક યોજવામાં આવે છે ગ્રામકક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે. પંચાયતી રાજ અથવા સ્થાનિક  સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા ગણાય છે અને આના કારણે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે તેમજ વહીવટી ખર્ચમાં કરકસર થાય છે અને નાગરિકો જાગૃત બને છે તથા સ્થાનિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે તેથી સ્થાનિક સ્તરે અમલદારી શાહીનો પ્રભાવ ઘટે છે અને કેન્દ્ર તેમજ રાજ્ય વચ્ચેનો કાર્યભાર પણ ઘટે છે અને દરેક ગામમાં ગ્રામસભા પણ હોવી જોઈએ.

Advertisement

બંધારણના 73 માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયતી એક્ટ અમલમાં આવેલ છે જેને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કહેવામાં આવે છે જેના મારફતે રાજ્યમાં પંચાયતીરાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે. આ સુધારાને લઈને મુખ્ય જોગવાઈઓ…
– ત્રિસ્તરીય પંચાયતી રાજ 20 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ રાજ્યો માટે રહશે.
– ગ્રામસભા પાયાનો એકમ રહેશે અને દરેક સભ્યોની સિદ્ધિ ચૂંટણી કરવામાં આવશે.
– અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તી મુજબ અનામત આપવામાં આવશે.
–  મહિલાઓ માટે એક તૃતીયાંશ થી ઓછી નહીં તેટલી બેઠકો એટલે 33% અનામત છે.
–  પંચાયતની મુદત પ્રથમ બેઠકની તારીખ થી પાંચ વર્ષની ગણાશે પાંચ વર્ષની મુદત પૂરી થવાની હોય તે પહેલા ચૂંટણી કરાવવાની રહેશે.
–  પંચાયતનો સભ્ય બનવા 21 વર્ષની ઉંમર તથા રાજ્ય વિધાનસભા દ્વારા નક્કી કરેલી યોગ્યતાઓ જરૂરી રહેશે.

ભારતમાં સૌપ્રથમ બિહાર રાજ્યમાં 2005 માં 50% મહિલા અનામત ત્યારબાદ છત્તીસગઢ, મણિપુર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉતરાખંડ, ઓરિસ્સા, કેરળ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક દ્વારા 50% મહિલા આપવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ અર્થાત પંચાયતો અને નગરપાલિકામાં મહિલાઓને 50% અનામત આપવામાં આવી છે . રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા  બળવંતરાય મહેતા હતા અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પંચાયતી રાજ મંત્રી એસ.કે.ડે. હતા. ભારતમાં મોટાભાગના રાજ્યમાં ગ્રામ પંચાયતોને જ કર લગાવવાનો અધિકાર છે ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે,પરંતુ કેરળ અને જમ્મુ કશ્મીરમાં એક સ્તરીય  પંચાયતી રાજ છે. અને આંધ્ર પ્રદેશ ભારતનો એકમાત્ર રાજ્ય છે ત્યાં અલ્પસંખ્યાકોને પંચાયતોમાં અનામત આપવામાં આવી છે. તેમજ સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતીરાજ ની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી.

શેર 1
અગાઉની પોસ્ટ
વલસાડ-વડોદરા વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં, 280 કિમીમાં પિલરો મુકાયા, 83 હજાર વૃક્ષો રોપાયાં
આગામી પોસ્ટ
વડોદરા: મહેતાપોળમાં રહેતા શિક્ષિકા વાઘોડિયામાં માતાના ઘરે ગયા, કોઈ ગઠિયો ઘરમાંથી રોકડ, દાગીના સહિત કુલ 1.67 લાખની મતા ચોરી ગયો
gujarat paheredar

Related posts

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૧૩ જુનના રોજ ભરતી મેળો યોજાશે

gujarat paheredarJune 10, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને પુરસ્કાર એનાયત થયા

gujarat paheredarOctober 30, 2023

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ, 2ને પાસા હેઠળ જેલ ધકેલાયા

gujarat paheredarJanuary 14, 2023

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપ્યો મોટો ઝટકો, હવે કોંગ્રેસ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

gujarat paheredarJuly 8, 2023

‘શહેરોમાં ઉદાસીનતા યથાવત’: ગુજરાતમાં ઓછા મતદાન પર બોલ્યું ચૂંટણી પંચ

gujarat paheredarDecember 4, 2022

નવસારી જિલ્લા મત વસ્તારમાં આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિવિધ લોકાર્પણો કર્યા

gujarat paheredarJune 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137174
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક