નવસારી જીલ્લાના જલાલપોર ખાતે મહેન્દ્ર બ્રધર્સ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત સ્વનિર્ભર બહેનો સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યો તેમજ અન્ય જિલ્લા ભાજના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી.
આ ઉપરાંત નવસારી જીલ્લાના આશાપુરા મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે “સજ્જન પંખી ઘર” તેમજ પદમાવતી જલધારા”નું લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારી ખાતે MGG સિવિલ હોસ્પિટલની મુલાકાત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ લીધી હતી.
આ ઉપરાંત નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નં-૦૧નું ખાતમુર્હત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષસી.આર.પાટીલજી ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં સી.આર.પાટીલજીએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા બને તેવું અમે પણ ઇચ્છીએ છીએ.બુલેટ ટ્રેનનું કામ નવસારી જીલ્લામાં ઝડપથી થઇ રહ્યું છે.નવસારીનો સુવર્ણકાળ આવી રહ્યો છે અને એનો લાભ સૌ નવસારી નગરવાસીઓને મળે એવી હું આશા વ્યકત છું.
સીઆર પાટીલનીછેલ્લા કેટલાક સમયથી નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ જોવા મળી છે. નવસારી તેમનો મત વિસ્તાર છે ત્યારે લોકસભા વિસ્તારમાં ભારતમાંથી સૌથી વધુ વોટથી તેઓ લોકસભામાં જીત્યા હતા ત્યારે ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા તેઓ સક્રીય મત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.