July 22, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • ભૂકંપથી ધ્રુજી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 162ના મોત
વિદેશ

ભૂકંપથી ધ્રુજી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 162ના મોત

by gujarat paheredarNovember 22, 20220
શેર 3

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ

ઈન્ડોનેશિયાની ધરતી ફરી એકવાર મોટી તીવ્રતા સાથે ધ્રુજી ઉઠી છે. દેશની રાજધાની જાકાર્તામાં સોમવારે ભૂકંપના આંચકામાં અનુભવાયા હતા, જેમાં અહીની મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. આ ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 162 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા છે. ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે બચાવકર્મીઓ મંગળવારે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય કરી રહ્યા છે.

Advertisement

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ. સિયાનજુરમાં હોસ્પિટલનું પાર્કિંગ આખી રાત ઘાયલોથી ભરાયેલું રહ્યું, કેટલાકને કામચલાઉ ટેન્ટમાં સારવાર આપવામાં આવી. અન્યને ફૂટપાથ પર બોટલો ચઢાવવામાં આવી. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓને ટાંકા લગાવ્યા હતા.

હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં સારવાર લઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે અચાનક જ ભૂકંપના આંચકામાં ઈમારત તૂટી પડી અને બધું ધરાશાયી થઈ ગયું. હું કચડાઈ ગયો. મારા બે બાળકો બચી ગયા, મેં કોઈક રીતે બંનેને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ આવ્યો. એક હજુ લાપતા છે.

રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા ડેડી પ્રસેત્યોએ જણાવ્યું કે સેંકડો પોલીસ અધિકારીઓ મંગળવારે સવારે બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા. આજે મુખ્ય કાર્ય ફક્ત પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢવાનું છે. પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું હતું કે સોમવારના ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો હતા અને 300 થી વધુ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા અને મૃત્યુઆંક વધી શકે છે.

રાષ્ટ્રીય આપત્તિ એજન્સી (BNPB) એ કહ્યું કે તેમણે 62 મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ વધારાના 100 પીડિતોની પુષ્ટિ કરી શકી નથી. મંગળવારે અધિકારીઓ કુગેનાંગ વિસ્તારમાં પહોંચવાનું કામ કરી રહ્યા હતા. અહીં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

BNPBએ જણાવ્યું હતું કે ભૂકંપ રાજધાની જાકાર્તામાં લગભગ 75 કિમી દૂર અનુભવાયો હતો. ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું હતું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2004માં, ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને અસર કરી હતી. હિંદ મહાસાગરના કિનારે 226,000 લોકો માર્યા ગયા, જેમાંથી અડધાથી વધુ ઇન્ડોનેશિયન હતા.

શેર 3
અગાઉની પોસ્ટ
ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યું, કહ્યું- ‘જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી ભારત સાથે સારા સંબંધો શક્ય નથી’
આગામી પોસ્ટ
ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ: અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો
gujarat paheredar

Related posts

ભારત સહિતના આ દેશોને મળે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક, બ્રિટને કરી યુએનમાં માંગ

gujarat paheredarNovember 18, 2022

બોર્ડની પરીક્ષાનો ત્રીજો દિવસ: આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર પૂર્ણ,મોટાભાગના સવાલો પાઠ્ય પુસ્તકમાંથી જ પુછાયા, આવતી કાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાશે

AdminMarch 30, 2022

‘પુરુષ ડોક્ટર નહીં કરી શકે મહિલાઓની સારવાર’ – નવું તાલિબાની ફરમાન

gujarat paheredarJanuary 13, 2023

તાલિબાનના કાયદાએ મહિલાઓને રડાવી લોહીના આંસુ, અભ્યાસથી લઈને કપડાં પહેરવા સુધી, આવા છે ક્રૂર પ્રતિબંધો

gujarat paheredarDecember 23, 2022

એવો મુસ્લિમ દેશ, જ્યાં ધર્મના અંત માટે કરાયો હતો વિનાશ, બન્યો વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ

gujarat paheredarDecember 29, 2022

યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે ચીન અને તાઈવાન, રીપોર્ટમાં કરાયો દાવો

gujarat paheredarNovember 17, 2022November 17, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140076
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક