ખાસ કરીને અત્યારથી જ વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડે છે આ ઉપરાંત કોવિડ ટેસ્ટ તેમજ અન્ય પ્રકારના તમામ નિયમો ફોલો કરવા પડે છે જેથી જો જી-20 સંમેલન સમયે જો આ સ્થિતિ ઉત્પન્ન થાય છે મુશ્કેલી પણ આયોજનને લઈને થઈ શકે છે.
વાયબ્રન્ટ સમિટનું આ વખતે શું થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાયબ્રન્ટ સમિટની શરુઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી વાયબ્રન્ટ સમિટ યોજાતી રહી છે જો કે, ગત વખતે કોરોનામાં આ સમિટ બંધ રહી હતી. વાયબ્રન્ટને ગ્રહણ કોરોનાના કારણે લાગ્યું છે. અત્યાર સુધીમાં જાપાનથી લઈમે અમેરીકા, બ્રિટનથી લઈને રુશ સહીતના દેશો ભાગ લઈ ચૂક્યા છે ત્યારે આ વખતે ગત ડીસેમ્બરની અધૂરી વાયબ્રન્ટ સમિટ જી-20 સંમલેનના કારણે સમગ્ર તંત્ર જી-20માં લાગ્યું છે.
જી-20ને લઈને આ છે અમદાવાદમાં તૈયારી
G-20 સંમેલનને લઈને પ્રથમ વખત ભારત પ્રતિનિધીત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં અમદાવા, સુરત, ગાંધીનગર, એકતાનગર, ધોરડો, કચ્છ સહીતના સ્થળોએ બેઠકો યોજાશે. 2023માં જી-20 સંમેલન યોજવામાં આવશે. આ બેઠકોમાં વીવીઆઈપી દેશ અને વિદેશથી આવશે ત્યારે વિદેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ચીન, અમેરીકા, જાપાન, સાઉથ કોરીયા તેમજ યુરોપ સહીતના દેશોમાં કેસો લાખોની સંખ્યામાં જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં વિશ્વમાં 5.37 લાખ કેસ નોંધાયા અને 1300થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 66 લાખથી વધુના મોત થયા છે. ખાસ કરીને અત્યારથી જ વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડે છે આ ઉપરાંત કોવિડ ટેસ્ટ તેમજ અન્ય પ્રકારના તમામ નિયમો ફોલો કરવા પડે છે જેથી જો જી-20 સંમેલન સમયે જો આ સ્થિતિ ઉત્પન્ન થાય તો મુશ્કેલી પણ આયોજનને લઈને થઈ શકે છે. ગત વખતે વાયબ્રન્ટમાં આ જ સ્થિતિ જોવા મળી હતી.
3 વર્ષમાં યોજાઈ રહ્યો છે કાંકરીયા કાર્નિવલ
ત્રણ વર્ષ બાદ અમદાવાદીઓ માટે કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિસમસ નિમિત્તે આ આયોજન દર વખતે કરાતું હોય છે ત્યારે ત્રણ વર્ષ બાદ કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલ યોજવામાં આવશે. જે કોરોનાના કારણે જ અત્યાર સુધી બંધ રહેતો હતો.
ગયા વર્ષે કોરોનાને કારણે ફ્લાવર શો મોકૂફ રખાયો હતો
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોરોના ગાઈડલાઈન્સ સાથે ફ્લાવર શો-2022નું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ અમદાવાદમાં એક સાથે 40 જેટલા નેતાઓને ચેપ લાગ્યો હતો આ ઉપરાંત કેસોની સંખ્યા પણ વધું હતું. ફ્લાવર શોની ટિકિટના દરની વાત કરીએ તો, ગયા વર્ષે 12 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 30 રૂપિયા રાખવામાં આવી હતી, જે આ વર્ષે પણ રાખવામાં આવી છે. આ વખતે પણ કોરોની દહેશત અત્યારે સામે છે ત્યારે ફ્લાવર શો જાન્યુઆરીમાં યોજાઈ રહ્યો છે. જો કેસો વધે તો અહીં મુશ્કેલી સર્જાઈ શકે છે.