“અવતારઃ ધ વે ઓફ વોટર” વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
અવતાર-2 એ રેકોર્ડ બનાવ્યો
“અવતારઃ ધ વે ઓફ વોટર” વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
“અવતાર 2” સિવાય માત્ર બે વધુ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એક અબજ ડોલરનો આંકડો સ્પર્શ કર્યો હતો. પહેલી હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝની ફિલ્મ “ટોપ ગન: મેવેરિક” અને બીજી હતી “જુરાસિક વર્લ્ડ ડોમિનિયન”. જોકે દિગ્દર્શક જેમ્સ કેમરોનનું કહેવું છે કે અલગ અને સારી ટેક્નોલોજીથી બનેલી તેમની ફિલ્મ બે અબજ ડોલરની કમાણી કરવામાં સક્ષમ છે.
શું ક્રોસ કરી શકશે પહેલી ફિલ્મનું કલેક્શન?
દરમિયાન જેમ્સ કેમેરોનની 2009ની ફિલ્મ “અવતાર” હજુ પણ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મે વિશ્વભરમાં $2.97 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડનું કલેક્શન કર્યું હતું. ટ્રેડ વિશ્લેષકોનું કહેવું છે કે “અવતાર 2”નો આ રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કોવિડ મહામારીપછી સિનેમાઘરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યા હજુ પણ ઓછી છે.
“અવતાર” દ્વારા દિગ્દર્શક જેમ્સ કેમરોને પ્રેક્ષકોને પેન્ડોરા નામની જગ્યાનો પરિચય કરાવ્યો. આ સાયન્સ ફિક્શન ફિલ્મની સિક્વલ “અવતાર 2”માં પાંડોરામાં રહેતા લોકોની આગળની વાર્તા બતાવવામાં આવી છે. બધા મળીને પોતપોતાના શહેરને માણસોથી બચાવવામાં લાગેલા છે. જેમ્સે અવતાર 3, 4 અને 5ની પણ જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મો 2024, 2026 અને 2028માં આવશે. સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના અને કેટ વિન્સલેટ સાથે અન્ય હોલીવુડ કલાકારોએ “અવતાર 2”માં કામ કર્યું છે.