જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ લગતા દોડધામ મચી, તમામ દર્દીઓ સલામત
ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રાતે 10 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી.. આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રાતે 10 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી.. આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર એ.સી.માં લાગેલી આગના કારણે ઘણા સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી હોસ્પિટલના ફાયરસેફટી સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ મદદે બોલાવાયું હતું. સમયસર દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડી લેવાતા ઘટનામાં કોઈ જાનહાની નોંધવાવા પામી નથી. સમાચાર વાયુવેગે નગરમાં ફેલાતા દર્દીઓના સગા સંબંધીઓના હોસ્પિટલ બહાર તોલા એકત્રિત થી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ભરૂચમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગતરાતની જંબુસરની ઘટના અંગે પોલીસે ચોપડે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
સૂત્રો અનુસાર જનરલ હોસ્પિટલ જંબુસરમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ લગતા તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી. હોસ્પિટલની ફાયર સિસ્ટમ ઉપરાંત ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ચોપડે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આગની ગંભીર ઘટના અગાઉ 1 મેં 2021 ના રોજ ભરૂચમાં બની હતી. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1લી મેએ ભીષણ આગ લાગતાં 16 લોકો જીવતા ભૂંજાયા હતા. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે 25થી વધુ એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા. આગ એટલી ભયંકર હતી કે 16 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.