શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સામાન્ય રીતે શિયાળામાં વહેલા ઊઠીને કસરત કરવાનું ઘણા લોકો ટાળતા હોય છે. પરંતુ, શિયાળામાં વહેલા ઊઠીને જોગિંગ અને વૉકિંગ કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. અહીં જાણો કે, શિયાળાની ઋતુમાં દોડવું કેવી રીતે વધુ ફાયદાકારક છે.
એક અભ્યાસ મુજબ ઉનાળાની સરખામણીએ શિયાળામાં થર્મલ સેન્સેશન લેવલ લગભગ 32 ટકા વધારે હોય છે. થર્મલ સેન્સેશન લેવલ એટલે કે શિયાળામાં દોડતી વખતે તમારું કમ્ફર્ટ લેવલ વધી જાય છે. આનો અર્થ એ છે કે શિયાળામાં દોડવું વધુ સરળ છે અને તમે ઝડપથી થાકતા નથી, જ્યારે ઉનાળામાં તમે થોડીવાર દોડ્યા પછી હાંફવા લાગો છો.
ગરમ રહે છે શરીર
શિયાળાની ઋતુમાં શરીરને ગરમ કરવા માટે દોડવાથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. આ ઋતુમાં પરસેવો ઓછો થાય છે, જેના કારણે ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા નથી રહેતી, જ્યારે દોડતી વખતે શરીરનું તાપમાન વધી જાય છે, જેના કારણે તમને ઠંડી પણ નથી લાગતી.
હૃદય પણ રહે છે સ્વસ્થ
સંશોધનમાં જાણવા મળ્યું છે કે દોડવાથી હૃદય તેના કામને વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે. દરરોજ થોડો સમય દોડવાથી કોરોનરી હાર્ટ ડિસીઝ થવાની શક્યતા લગભગ 30થી 40 ટકા સુધી ઘટી જાય છે. સાથે જ સ્ટ્રોક થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે.
રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
શિયાળામાં દોડતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. શિયાળામાં દોડતી વખતે, તમારે સંપૂર્ણ કપડાં પહેરવા જોઈએ, જેથી તેમને ઠંડીની અસર ન થાય. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે તમારે કેપ વગેરેનો ઉપયોગ પણ કરવો જોઈએ. દોડતી વખતે, પગમાં સારી ક્વોલિટીના જૂતા પહેરવા જોઈએ.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)