જણાવી દઈએ કે ચીનની વિરુદ્ધ જઈને, યુએસએ આ અઠવાડિયે તાઈવાનને USD 180 મિલિયનની કિંમતની એન્ટિ-ટેન્ક સિસ્ટમના વેચાણને મંજૂરી આપી છે. ચીનનું કહેવું છે કે અમેરિકાએ તાઈવાન સાથે શસ્ત્રોનું વેચાણ અને સૈન્ય સંપર્ક બંધ કરવો જોઈએ. તાઈવાનને લઈને બંને વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.
યુએસ ફોર્સના ઈન્ડો-પેસિફિક કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ઘટના 21 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના J-11 એરક્રાફ્ટે યુએસ એરફોર્સના RC-135 એરક્રાફ્ટની સામેથી માત્ર છ મીટરના અંતરથી પસાર થયું. અમેરિકાનું કહેવું છે કે તેનું વિમાન આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં દક્ષિણ ચીન સાગર પર નિયમિત મિશન પર હતું.
દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની હાજરી પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. PLA વારંવાર તેના જહાજો અને એરક્રાફ્ટને વિસ્તાર છોડવા કહે છે. અમેરિકાનું કહેવું છે કે તેને દક્ષિણ ચીન સાગરમાં કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તે ચીનની માંગને અવગણે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને અમેરિકા પર ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો હોવાનો આરોપ લગાવ્યો છે. વાંગે શુક્રવારે કહ્યું હતું કે ચીન પોતાની સુરક્ષા માટે પગલાં લેવાનું ચાલુ રાખશે. તે દક્ષિણ ચીન સાગરની શાંતિ અને સ્થિરતાને નિશ્ચિતપણે સુરક્ષિત રાખવા માટે કામ કરશે.