રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા માવઠાના કારણે ખેતીનો સર્વે કરાયો હતો. કયા પાકનું કેટલું નુકશાન થયું છે તે માટે સર્વે પૂર્ણ થયો છે જેમાં ખેડૂતો માટે માઠા સમાચાર
રવિ પાકને નુકશાની થઈ હોવાની સંભાવના હોવાથી કૃષિ વિભાગે જિલ્લાઓમાં આદેશ આદેશ આપ્યો હતો. અગાઉ 48 કલાક 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કૃષિ વિભાગે સર્વેની કામગિરી પૂર્ણ કરી લીધી છે પાકને નુકશાની ના પહોંચી હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
કૃષિ વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં નુકશાન અગાઉ શિયાળા દરમિયાન જે કમોસમી વરસાદ તાજેતરમાં પડ્યો હતો ત્યારે નુકશાની ભિતીને જોતા સર્વે કરાયો હતો જે સર્વે પૂર્ણ થતા તેમાં કેટલાક તારણો સામે આવ્યા છે. પાકને નુકશાની થઈ ના હોવાથી વળતર ચૂકવવામાં નહીં આવે. જેથી જે ખેડૂતોના પાકને જો નુકશાન થયું હશે તેમના માટે આ માઠા સમાચાર છે.
આ વખતે વિવિધ વિસ્તારોમાં કપાસ, જીરુ, એરંડા, ચણા, રાયડો સહીતના મુખ્ય પાકો લેવામાં આવ્યા છે જ્યાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પણ કેટલાક જિલ્લાઓમાં થયો હતો જ્યાં ક્યાંય નુકશાન પણ થયું હોઈ શકે છે.