અમિત શાહે ટ્વીટ કર્યું અને કહ્યું, “અમારા વરિષ્ઠ નેતા આદરણીય ડૉ. મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળીને તેમના આશીર્વાદ લીધા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા ડો. મુરલી મનોહર જોશી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મીટિંગની તસવીરો શેર કરતાં અમિત શાહે ટ્વીટ કર્યું અને કહ્યું, “અમારા વરિષ્ઠ નેતા આદરણીય ડૉ. મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળીને તેમના આશીર્વાદ લીધા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી.” બીજી તરફ ડો. મુરલી મનોહર જોશીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પર શાહ સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી અને કહ્યું કે, ‘ગૃહમંત્રી, ભારત સરકાર, અમિત ભાઈ શાહ સાથે આજે આવાસ 6 રાયસીના ખાતે મુલાકાત.’
જણાવી દઈએ કે મુરલી મનોહર જોશી ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને વાજપેયી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓએ 1996માં ભાજપની 13 દિવસની સરકારમાં ગૃહમંત્રીનું પદ પણ સાંભળ્યું હતું. તેઓ એનડીએ સરકારમાં ભારતના કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી હતા.
ડો. મુરલી મનોહર જોશી માત્ર 10 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. વર્ષ 1953-54માં તેમણે પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ તે સમય હતો જ્યારે તેઓ ગાય બચાવો આંદોલનમાં સક્રિય થયા હતા. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.