તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા મુખ્ય શિક્ષક એચ ટાટ કેડરના નવા નિયમો બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાસે સૂચનો મંગાવવામા આવ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2019થી માન્યતા પ્રાપ્ત સંગઠન તરીકે કામ કરી રહ્યું છે.
2012થી ભરતી થયેલ એચ ટાટ મુખ્ય શિક્ષકોના કોઈ ચોકકસ નિયમો બન્યા નથી. નિયમો યોગ્ય રીતે બનાવી શકાય એ માટે હાલ કામ કરી રહ્યા છે, એવા તમામ મુખ્ય શિક્ષકો પોતાના અભિપ્રાય આપી શકે એવા હેતુસર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગુજરાતના મોટાભાગના હેડ ટીચર (મુખ્ય શિક્ષકો )ની ઉપસ્થિતિમાં તારીખ 13 ઓગસ્ટ, 2023, રવિવારે બપોરે એક કલાકથી ચાર વાગ્યા સુધી દરેક લાગુ પડતા વિષયો ઉપર ચર્ચા કરવા કરવામાં આવશે.
આ ચર્ચા માટે એસજી હાઈવે પર હિરામણી સ્કૂલ, SGVP ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ તાલુકા/જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં એચ ટાટ મુખ્ય શિક્ષક ઉપસ્થિત રહેશે. અંદાજિત 4000થી 5000 શિક્ષક ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. આ સંમેલન યોગ્ય રીતે થયા તે માટે સ્થાનિક અમદાવાદ, ગાધીનગરના શિક્ષક વ્યવસ્થા કરી રહ્યા છે. સંમેલનમાં ઉપસ્થિત રહેલ શિક્ષકો સર્વાનુમતે ડ્રાફ્ટ તૈયાર કરી સોમવારે શિક્ષણ વિભાગમાં જમા કરાવશે.