દિલ્હી રાજ્ય હજ સમિતિને નવા અધ્યક્ષ મળી ગયા છે. દિલ્હીના ઈતિહાસમાં આ બીજી વખત થયું છે જ્યારે કોઈ મહિલાએ આ પદ પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં શાસક આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે કારણ કે કૌસર જહાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની નજીક માનવામાં આવે છે. ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને મોહમ્મદ સાદના મતોના કારણે કૌસર જહાં ચૂંટણી જીતી ગઈ છે.
આ પહેલા માત્ર એક જ વાર એવું બન્યું છે જ્યારે કોઈ મહિલાને આ પદ મળ્યું હોય. કૌસર જહાં પહેલા તાજદાર બાબર દિલ્હી સ્ટેટ હજ કમિટીના અધ્યક્ષ બન્યા હતા. ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, મોહમ્મદ સાદ અને કૌસર જહાંને સમિતિમાં સામેલ કર્યા બાદ જ એ લગભગ નિશ્ચિત થઈ ગયું હતું કે અહીં ભાજપ બાજી મારી લેશે. પરિણામ એ જ આવ્યું અને ગૌતમ ગંભીર અને મોહમ્મદ સાદે કૌસર જહાંને ચૂંટણી જીતાડી દીધી.
હજ કમિટીમાં કોણ-કોણ સામેલ છે?
તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ 3 વર્ષ માટે દિલ્હી સ્ટેટ હજ કમિટીની રચના કરી હતી. જેમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, આપ ધારાસભ્ય હાજી યુનુસ, અબ્દુલ રહેમાન અને કોંગ્રેસના કાઉન્સિલર નાઝિયા દાનિશને સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય મુસ્લિમ કાયદાના નિષ્ણાત મોહમ્મદ સાદ અને મહિલા સંગઠનની કૌસર જહાંને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
કોણ છે કૌસર જહાં?
કૌસર જહાંને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના યોગદાનને કારણે દિલ્હી રાજ્ય હજ સમિતિમાં સામેલ કરવામાં આવી છે.