કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “ઓવૈસી સાહેબના મોઢામાંથી જ્યારે પણ નીકળે છે તો ઝેર જ નીકળે છે. તેઓ ક્યારેય કાયદાની વાત નથી કરતા
ગિરિરાજે કહ્યું, ‘મુસ્લિમ સમાજની વધતી વસ્તી મારા માટે ચિંતાનો વિષય નથી. જિન્નાના રસ્તા પર ચાલનારા જે કટ્ટરપંથીઓ આવી ગયા છે, તેઓ જ આવા કામો કરે છે. આજ સુધી દેશમાં હિંદુઓ દ્વારા કોઈપણ તાજીયા પર એક પણ પથ્થર ફેંકવામાં નહીં આવ્યો હોય.’
ઓવૈસીએ પલામુ હિંસા માટે RSSને જવાબદાર ગણાવ્યું
તમને જણાવી દઈએ કે ઓવૈસીએ મહાશિવરાત્રીની તૈયારીઓ વચ્ચે ઝારખંડમાં ફાટી નીકળેલી હિંસા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જવાબદાર ઠેરવ્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે પલામુમાં થયેલી હિંસા માટે સોરેન સરકારે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈતી હતી તે નથી કરી.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઓવૈસીએ કહ્યું કે આ મામલે સીધી રીતે આરએસએસ દોષિત છે. આ સિવાય હેમંત સરકાર પણ આમાં એટલા જ દોષિત છે. ખુલ્લેઆમ ગોળીબારમાં લોકો માર્યા ગયા પરંતુ સરકારે તેમને પાઠ ભણાવ્યો નહીં.
ઓવૈસીએ એમ પણ કહ્યું કે ભાજપના લોકો ખુલ્લેઆમ મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરે છે પરંતુ પીએમ મોદી ક્યારેય તેની નિંદા કરતા નથી.