યુવકને અમેરિકાના બદલે યુગાન્ડા લઈ ગયા હતા. યુવક અને તેના પરિવારની વારંવારની વિનંતી છતાં તેને અમેરિકા લઈ જવામાં આવ્યો ન હતો.
મહેસાણા જિલ્લામાં વિદેશ જવાનો ક્રેઝ લોકોને ભારે પડતા એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને કડીના નિલેશ પટેલ નામના યુવક સાથે 50 લાખમાં અમેરિકા મોકલવાનો સોદો કર્યો હતો. પરિવાર પાસેથી 28 લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એજન્ટ કેતુલપુરી ગોસ્વામી અને કલ્પેશ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
અમેરીકાના બદલે યુગાન્ડા લઈ ગયા
યુવકને અમેરિકાના બદલે યુગાન્ડા લઈ ગયા હતા. યુવક અને તેના પરિવારની વારંવારની વિનંતી છતાં તેને અમેરિકા લઈ જવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, પૈસા પરત માંગનારા પરિવારના સભ્યોને પણ ધમકીઓ આપતા હતા. એજન્ટોએ કડીના નિલેશ પટેલ નામના યુવક સાથે 50 લાખમાં અમેરિકા મોકલવાનો સોદો કર્યો હતો પરંતુ છેવટે યુવકને છેતરવામાં આવ્યો હતો.