કચ્છ, સૌરાષ્ટ્રમાં 15 જૂને આ વાવાઝોડું ટકરાશે ત્યારે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સતત વાવાઝોડા પર હવામાન વિભાગની નજર છે. અમદાવાદમાં પણ તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. અગાઉ તાઉતે વાવાઝોડાના કારણે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ, વરસાદની સ્થિતિ પેદા થઈ હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે. 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાથી વાવાઝોડું પસાર થશે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં વરસાદ પડશે. વિવિધ દરિયાઈ વિસ્તારોના જિલ્લામાં એનડીઆરએફની ટીમો સજ્જ કરાઈ છે. આ ઉપરાંત કોસ્ટલ એરીયામાં ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
તાઉતે વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું ત્યારે અગાઉ અમદાવાદમાં પણ તેની અસર સર્જાઈ હતી. આ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. મુંબઈથી 540 કિમી અને પોરબંદરથી 360 કિમી આ વાવાઝોડું દૂર છે. આ ઉપરાંત દ્વારકાથી 400 કિમી અને નલિયાથી 490 કિમી દૂર છે. કરાંચીથી 660 કિમી દૂર છે. વાવાઝોડાની ગતિ વધઘટ થઈ રહી છે. અગાઉ 11 કિમીની પ્રતિ ઝડપે, 9 કિમી પ્રતિ ઝડપે જોવા મળતું હતું પરંતુ હાલ 5 કિમી પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આવશે ત્યારે 100 કિમી ઉપરથી વધુ પ્રતિ કલાક દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ પવનની ગતિ તેજ બનશે.