ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં 35 જિલ્લા /મહાનગરોમા કુલ 90 સ્થળોએ મિલેટસ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
સતત ખેડૂતોની આવક વધે અને ઓર્ગેનિક ખેતીને પ્રધાન્ય આપવા ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે તે જ દિશામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર પણ પ્રજાલક્ષી અને કિસાનલક્ષી અભિગમથી પ્રજા નિરોગી રહે અને કિસાનોને ખેતી ક્ષેત્રે સારુ વળતર મળે તે હેતુથી મિલેટસ અવેરનેસ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં 35 જગ્યાએ વિવિધ જિલ્લા મહાનગરોમાં કુલ 90 સ્થળોએ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમ થકી કિસાન મોરચાના પદધિકારીઓ અને મહિલા મોરચા દ્વારા મીલેટસ કાર્યક્રમ થકી વિવિધ વાનગીઓ બનાવી લોકોને મીલેટસ (જાડા ધાન્ય )અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. મીલેટસ ધાન્ય અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પ્રયાસથી સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાએ વર્ષ 2023-24ને મિલેટસ વર્ષ જાહેર કર્યુ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખશ્રી હિતેષભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીશ્રી સરદારભાઇ ચૌધરી, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીશ્રી હિરેનભાઇ હિરપરા તથા પ્રદેશ કિસાન મોરચાના પદાધિકારીશ્રીઓ અલગ-અલગ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.