પીએમ મોદીએ કહ્યું – તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો મત આપજો. અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. લોકોને વોટ આપવાની અપીલ કરતા મોદીએ કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી, ન થાય તો સામેથી ના પાડી દેવાની કે આ કામ નહીં થાય.
આ પછી સભા સ્થળે આવીને જંગી જનમેદનીને સંબોધિત કરતા કહ્યું – દેવ દરબારની આ પવિત્ર ધરતી છે. અહીંની ગાયો વિશે વાત કરતા કહ્યું – ગૌવંશની વિરાસત ભારતની તાકાત છે. ગીર અને કાંકરેજની ગાય ગુજરાતનું ગૌરવ છે. દેશમાં જેટલું અનાજનું ઉત્પાદન થાય છે એનાથી વધારે દૂધનું ઉત્પાદન થાય છે. બનાસ ડેરીની બ્રાન્ચ બનારસમાં પણ બની ગઈ છે. બનાસ ડેરીનો વિસ્તાર ગામેગામ થઈ રહ્યો છે.
તેમણે સભાને સંબોધનમાં કહ્યું – હું કાશીનો સાંસદ છું, પશુપાલકનું કામ જાણું છું. સમગ્ર દેશ બનાસકાંઠાને બટાકાને કારણે ઓળખતો થયો. બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઈક્રો ઇરીગેશનથી થાય છે. દાડમના કારણે પણ બનાસકાંઠાની ઓળખ વધી. વડાપ્રધાન મોદીએ કહ્યું – ફર્સ્ટ-ટાઈમ વોટર્સમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર સંભળાય છે. આ વખતે દરેક જગ્યાએથી લોકો એક જ વાત કહે છે, કે ફરી એકવાર મોદી સરકાર. મોદીએ કહ્યું કે આ વખતે ભૂતકાળના બધા રેકોર્ડ તોડી ભાજપની જીત થશે.
પીએમ મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા, કહ્યું – પોતાનું ભલું ન દેખાય એવું કામ ન કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. કોંગ્રેસે બનાસકાંઠાને તરસ્યું રાખ્યું. જેણે બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એ માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસ નર્મદા વિરોધીઓને સાથે લઈને પદયાત્રા કરે છે. નર્મદાનું પાણી રોકનારને ક્યારેય માફ ન કરાય, ગુજરાત વિરોધીને ગુજરાત કયારેય માફ નહીં કરે. તેમણે કહ્યું – સુજલામ સુફલામ અંતર્ગત પાણી પહોંચાડ્યું, નહીં તો કોંગ્રેસે અહીંના લોકો તરસ્યા માર્યા હોત.
પીએમ મોદીએ કહ્યું – તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો મત આપજો. અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. લોકોને વોટ આપવાની અપીલ કરતા મોદીએ કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી, ન થાય તો સામેથી ના પાડી દેવાની કે આ કામ નહીં થાય. લટકાના, ભટકાના ઔર અટકાના કોંગ્રેસનું કામ છે. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ આપ્યા વિના કામ નહોતા થતા. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી તો કેટલાકના પેટમાં તેલ રેડાયું. ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસના શાસનમાં 4 કરોડ ભૂતિયા રાશન કાર્ડ ચાલતા હતા.