મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, યુવરાજસિંહ મામલે કોંગ્રેસનું આવેદન
જીલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવ્યું
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય છાશવારે ગંભીર ગુના બનતા રહે છે તે ઉપરાંત પેપરલીક કાંડ અને ડમી કાંડ કોભાંડ મામલે નિષ્પક્ષ તપાસ કરવા અને યુવરાજસિંહ સામે કરેલ કેસ બાબતે આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ચોરી, લૂંટ, અપહરણ, હત્યા તેમજ છેડતી જેવા બનાવો વધી રહ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય તે માટે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સજાગ બની કડક પગલા ભરી ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ મેળવી તેવી માંગ કરવામાં આવી છે
તે ઉપરાંત ગુજરાતમાં ખુબ ગાજેલા પેપરલીક કાંડ અને ડમી કોભાંડ મામલે વ્હાલા દાવલાની નીતિ બંધ કરી નિષ્પક્ષ તપાસ કરી દોષિતો પર ગુજરાત સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેના બદલે યુવરાજસિંહ જેવા યુવાનો પર કેસ કરી ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી કાર્યવાહી કરે છે ત્યારે આવી કાર્યવાહી બંધ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે