“સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત”: રાજકોટ ખાતે ફ્રીડમ રન ૪.૦ નું આયોજન રાજકોટ ખાતે ફ્રીડમ રન ૪.૦ નું આયોજન કરાયું: વિદ્યાર્થીઓ, નાગરિકો અને રમત ગમત ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની થીમ સાથે આજે સવારે ૭ વાગ્યે ફ્રીડમ રન ૪.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. “સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત” થીમ સાથે “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ ૪.૦ રન” નું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જે અન્વયે આજરોજ સવારે ૭:૦૦ કલાકે દરેક ક્ષેત્રમાં તમામ વયજૂથના બાળકો,વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ બહુમાળી ભવનથી શરૂ કરી સમગ્ર રેસકોર્ષને ફરતે બાલભવન સુધી દોડ લગાવી હતી. “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ ૪.૦ રન” ને લીલી ઝંડી આપીને શરૂઆત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રા, વ્યાયામ મંડળ રાજકોટના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, હોકી એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ દિવેચા, બેડમિંટન એસોસિએશનના પ્રમુખ શ્રી જયદીપસીંહ સરવૈયા, હેડ કોચ, ડી.એલ.એસ.એસ.ના કોચશ્રીઓ, ટ્રેઈનર્સશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.