ચાર વર્ષ ના લાંબા સમય બાદ આજે યોજાયેલી તલાટી કમ મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ,કેટલાક સ્થળો એ ગેર વ્યવસ્થા સર્જાતા ઉમેદવારો અટવાઈ પડયા હતા, આજે રાજ્ય ભર માં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું.પંચાયતો માં ખાલી પડેલી 3437 જગ્યા ભરવા માટે વર્ષ 2018 બાદ આજે આ પરીક્ષા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યા માં સરકારી નોકરી વાંછુક ઉમેદવારો એ ભરતી માટેની આ પરીક્ષા પોતાનું નસીબ અજમાવ્યું હતું વડોદરા શહેર તેમજ જિલ્લા માં ખાસ તકેદારી સાથે આજે તલાટી ની પરીક્ષા યોજાઈ હતી.આજે યોજાયેલી પરીક્ષા અંગે વાત કરવામાં આવે તો વડોદરા શહેર જિલ્લાના 227 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી.જેમાં 75210 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે પર સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા યોજાતી હોય છે ત્યારે કોઈ ને કોઈ વિઘ્ન સામે આવતા હોય છે ત્યારે આજે યોજાયેલી પરીક્ષા માં કૈક એવું જ થયું.મધ્ય ગુજરાત ના મોટા ભાગના જિલ્લાઓ ના પરીક્ષાર્થી ઓની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી જેમાં હજારો ની સંખ્યા માં પરીક્ષાર્થીઓ વડોદરા ખાતે ઉમટી પડ્યા હતા. વડોદરા ખાતે આવેલા પરીક્ષાર્થીઓ નો વડોદરા રેલવે સ્ટેશન,બસ સ્ટેશન તેમજ સિટી બસ ખાતે ભારે જમાવડો જોવા મળ્યો હતો.અન્ય જિલ્લા માંથી આવેલા પરીક્ષાર્થીઓ ને તેમના પરીક્ષા કેન્દ્રો પર કેવી રીતે પોહોચવું તેની માહિતી ન હોવાના કારણે તેઓ અટવાઈ પડયા હતા,પરીક્ષાર્થીઓ ની લાચાર સ્થિતિ નો કેટલાક લેભાગુ રિક્ષા ચાલકો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યો હતો.સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા પરીક્ષાર્થીઓ પાસેથી આડેધડ ભાડું વસૂલાતા પરીક્ષાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવવા આવ્યો હતો. રિક્ષા ચાલકો પરીક્ષાર્થીઓ ને લુંટી રહ્યા હોવાનો મેસેજ મળતાં ની સાથે જ પોલીસ હરકત માં આવી હતી.સયાજીગંજ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર જાડેજા દ્વારા અટવાઈ પડેલા પરીક્ષાર્થીઓ ની મદદ કરવામાં આવી હતી પોલીસે રિક્ષા સહિત અન્ય વાહનો ની વ્યવસ્થા કરી પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો સુધી પોહોચાડ્યા હતા. જેમતેમ કરી પરીક્ષા આપવા પોહચેલા પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો પર કોઈ અગવડ ન પડે તેવા પ્રકાર ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સહિત હથિયાર ધારી પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.વડોદરા માં યોજાયેલી આ પરીક્ષા માં શહેરના 179 તો જિલ્લાના 48 કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા 2700 સીસીટીવી કેમેરા થી સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં યોજાયેલી તલાટી કમ મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થતાં ઉમેદવારો એ હાશકારો અનુભવ્યો હતો.તો બીજી તરફ પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના વતન તરફ જતા પરીક્ષાર્થીઓ ને તંત્ર ની ગેર વ્યવસ્થા નો કડવો અનુભવ થયો હતો.પરીક્ષા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર એ પરીક્ષાર્થીઓ ને રઝળતા મૂકી દેતા સેંકડો ઉમેદવારો ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા થી વંચિત રહી ગયા હતા.વડોદરા એસ. ટી ડેપો ની બહાર તેમજ ડેપો ની અંદર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.બસ ડેપો ખાતે યોગ્ય વ્યવસ્થા ન મળતાં ઉમેદવારો એ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.