ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા પરીણામ આવ્યું હતું. સવારે જીએસઈબીની વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ આ પરીણામ જોઈ શકે છે. આ ઉપરાંત વ્હોટસએપ નંબર 6357300971 પર પરીણામ જાણી શકાય છે.
આજે જાહેર થયેલા પરીણામમાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા તેઓ ટોપર્સ બન્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરીશ્રમનું પરીણામ જાહેર થયું છે. ત્યારે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારતા સૌથી વધુ પરીણામ આ જિલ્લાનું આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ જાહેર થયું છે.
સૌથી વધુ પરીણામ બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું
સૌથી વધુ પરીણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુંભારીયા
નર્મદા ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું પરીણામ 11.94 ટકા
દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ, 40.75 ટકા
272 શાળાઓનું 100 ટકા પરીણામ
સુરત જિલ્લાનું સૌથી વધુ પરીણામ જાહેર
દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ
અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરીણામ જાહેર થઈ ચુક્યું છે ત્યારે ધોરણ 10નું પરીણામ આજે જાહેર થયું હતું. જો કે, આગામી દિવસોમાં જલદી જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ પણ જાહેર કરવામાં આવશે.