કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તેમના નેતા સોનિયા ગાંધી નથી, પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે. તેમણે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારના વિરોધમાં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી રેલી કરશે.
રાજસ્થાનમાં ગેહલોત વર્સીસ પાયલટનો રાજકીય ડ્રામા ફરી સામે આવ્યો છે. પાયલોટે શાબ્દિક હુમલો કર્યો છે. રાજસ્થાનમાં કોંગ્રેસમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આંતરકલહ મંગળવારે સામે આવી હતી.
તેમણે મંગળવારે ગેહલોતના આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, હું પહેલીવાર જોઈ રહ્યો છું કે કોઈ પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની ટીકા કરી રહ્યું છે. ભાજપના નેતાઓની પ્રશંસા કરવી અને કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવું મારી સમજની બહાર છે. આ તદ્દન ખોટું છે.
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે તે સોનિયા ગાંધી નથી, પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે. ઘણા લોકો તેમના નેતાઓને ખુશ કરવા માટે ઘણી વાતો કરે છે અને ગપસપ કરે છે. મને પણ આવી વાતો કહેવામાં આવે છે, પરંતુ સ્ટેજ પર આવી વાતો કરવી મારા માટે યોગ્ય નથી. દરેકે જનતા સમક્ષ ઝુકવું પડશે. ભ્રષ્ટાચારના વિરોધમાં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી પદયાત્રા કરશે. આ યાત્રા 125 કિલોમીટર લાંબી હશે અને તેમાં 5 દિવસનો સમય લાગશે.