જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ નરસિંહ મહેતા સરોવરની બિયુટીફિક્શન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નરસિંહ મહેતા સરોવરની આસપાસ કેટલાક ધાર્મિક જગ્યાઓ બનાવી અને દબાણ કર્યું હોય તે માટે મહાનગરપાલિકા દ્વારા આ બ્યુટીફિકેશનની કામગીરીમાં નડી રહેલ ધાર્મિક સ્થાનોને હટાવવા ની ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને કેટલાક ધાર્મિક સ્થાનો હટાવી નાખવામાં આવ્યા છે જેને લઇ અને હાઇકોર્ટમાં એક પિટિશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા કલેકટર પાસે કોઈપણ કોર્ટના હુકમ વગર ધાર્મિક સ્થાનો હટાવવામાં અમને જવાબ માંગવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ ધાર્મિક સ્થળો હટાવવાનો મામલો ગરમાળો આવેલો હતો ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગેની એક પિટિશન દાખલ કરવામાં આવતા કોર્ટે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને કલેકટરને નોટિસ પાઠવી છે ત્યારે આ અંગે નોટિસનો કાયદાકીય રીતે અભ્યાસ કરી અને જવાબ આપવા માટેની વાત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ઉપરકોટ ખાતે પણ કેટલાક દબાણો દૂર કરવાની વાત છે તે હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે જેથી કરી અને કોર્ટના હુકમની રાહ જોવાશે