જૂનાગઢમાં ત્રણ યુવતીઓની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થતા ત્રણેય દીકરીઓએ પોતાની માતા નથી તેવું સ્વીકારવા તૈયાર ન હતી તે જેથી તેણે પોતાની માતાની છ ફૂટની પ્રતિમા બનાવી ઘરમાં રાખી અને તેની માતા હજુ હયાત જ છે તેઓ ભાવ સાથે દરરોજ તેની સેવા પૂજા થાળ તેના કપડા બદલાવવા સ્નાન કરાવવું સહિતની પ્રવૃત્તિ કરી રહી છે ત્રણેય પુત્રીઓએ માતાને ગમતી તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવા કે કામગીરી શરૂ કરી છે જુનાગઢ શહેરના માંગનાથ રોડ પર રહેતા હીરાબેન પ્રદીપભાઈ જોશી નામની મહિલાનું તારીખ 7/5/2021 ના અવસાન થયું હતું હીરાબેનને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે પુત્રીઓને માતાની ખૂબ જ ચિંતાઓ હોય છે હીરાબેનનું 66 વર્ષની ઉંમરે અવસાન થતા તેમની ત્રણેય પુત્રીઓ તે વાત સ્વીકારવા તૈયાર ન હતી હીરાબેનના અવસાન બાદ તેમની ત્રણેય પુત્રીઓએ તેમની માતાની આબેહૂબ પ્રતિમા બનાવડાવી છે આ પ્રતિમાને તેઓએ પોતાના ઘરે રાખી તેમની માતા હજુ હયાત જ છે એમ ત્રણેય પુત્રીઓ માની રહી છે પોતાની માતા માત્ર બોલતી નથી પરંતુ હકીકતમાં તેમની સાથે જ હોય તેઓ અહેસાસ તેમની ત્રણેય પુત્રીઓને થાય છે