કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અઘ્યક્ષસ્થાને અંકલેશ્વર ઔદ્યોગિક સત્તા મંડળ સાથે બેઠક યોજાઈ
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કોન્ફરન્સ હોલ ખાતે એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો અને ઉધોગકારો સાથે તેઓના પડતર પ્રશ્નો, રજૂઆતો સાંભળી પરામર્શ કર્યાં
બારીક અને પરંપરાગત કૌશલ્યો જ આપણી ખરી વિરાસત છે, જે કળાઓને પ્રોત્સાહન આપવાં સરકાર હંમેશા તત્પર છે.- કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત – ઉદ્યોગ,લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન,શ્રમ અને રોજગાર
અંકલેશ્વર ઔદ્યોગિક સત્તા મંડળ, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કોન્ફરન્સ હોલ ખાતે ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રીશ્રીના અઘ્યક્ષસ્થાને એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો અને ઉધોગકારો સાથે બેઠક યોજી પરામર્શ કર્યો હતો.
જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રમુખશ્રી જશુભાઈ ચોધરીએ પ્રાંસગિક પ્રવચન આપ્યુ હતું. ઉપસ્થિત મહાનુભવોને પુષ્પગુચ્છ આપી અભિવાન કર્યુ હતું.
આ બેઠકમાં ઉધોગોને પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા, નોટીફાઇડ એરિયાના ટેક્સેશન, આજુબાજુના ગામડાઓના સર્વગ્રાહી વિકાસ, જી.એસ.ટી., સ્ટેમ્પ ડયુટી, ટ્રાન્સપોર્ટ નગર, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્ર, સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, કોમ્યુનિટી હોલ, એન.સી.ટી. સહિત અન્ય મહત્વના પ્રશ્નો અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. મહત્વના પ્રશ્નો સાથેની ચર્ચાઓ અને પરામર્શ બાદ તેનો સુચારુ નિર્યણ લાવવાની ખાતરી પણ આપી હતી.
તે સાથે આ કાર્યક્રમમાં ભરૂચ અને વિશ્વમાં પ્રસિદ્ધ પરંપરાગત અને લુપ્તતાના આરે ઉભેલી એવી “સુજની”(એક પ્રકારની રજાઈ) ભરુચની એવી દુર્લભ કળાના ભારોભાર વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે, સખત પરિશ્રમ, કુનેહ અને સમય માંગી લેતી સુજનીની કળા ધીરજપૂર્વક અને સતત અભ્યાસથી આવી હસ્તકળા સિદ્ધ થાય છે, ત્યારે આવા બારીક અને પરંપરાગત કૌશલ્યો જ આપણી ખરી વિરાસત છે. ભારતના ઇતિહાસમાં અદભુત અને અતુલ્ય વારસામાં સચવાયેલી આ વિવિધ પ્રકારની કળાઓને પ્રોત્સાહન આપવાં સરકાર હમેશાં તત્પર રહી છે. વોકલ ફોર લોકલની નીતિથી આ પ્રકારના ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે.
વધુમાં, આ સુઝની કળાને ટકાવી રાખનારા કસબીકાર અઝીઝ સુજનીવાલા અને ભરુચ જિલ્લા સુજની ઉત્પાદન ખરીદ-વેચાણ સહકારી મંડળીના પ્રમુખશ્રી રીઝવાના જમીંદાર અને સભ્યોએ મંત્રીશ્રીને મળી આ કળા વિશે માહિતગાર કર્યાં હતાં. અને વધુમાં સુજનીએ ભરૂચના “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” હેઠળ આવરી લેવાઈ છે.
આ બેઠકમાં પડતર પ્રશ્નો/રજૂઆતોના નિરાકરણ અર્થે ઉદ્યોગ વિભાગના અ.મુ.સ.શ્રી એસ.જે. હૈદરજી અને જી.આઈ.ડી.સી.ના વી.સી.એમ.ડી.શ્રી રાહુલ ગુપ્તાજી સહ સંલગ્ન અધિકારીઓ, અંકલેશ્વર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રમુખશ્રી જશુભાઈ ચોધરી, શ્રી એન.કે. નાવડીયા, શ્રી મહેશભાઈ પટેલ, હિંમત સેલડીયા, વગેરે અગ્રણીઓ અને અંકલેશ્વરના ઉદ્યોગ સાહસિકો અને
ઝગડીયા પ્રાંત અધિકારી શ્રી, આઈડીસી પ્રાદેશિક મેનેજર ધવલ વસાવા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરુચના જનરલ મેનેજર શ્રી, મામલતદારશ્રી અંકલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા.