નેશનલ હાઈવે પર અકસ્માત અટકાવવા, ટ્રાફિક ઘટાડવા બનાવવામાં બે ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. દુમાડ ચોકડી પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. દેણા ચોકડી પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. લોકો અકસ્માતના ભય વિના જ હાઈવે ક્રોસ કરી શકશે. સાવલી, વડોદરા આવતા જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. ટ્રાફીકની સમસ્યાથી બગડતી 35 મિનિટ લોકોની બચશે. 3-3 મીટરના સર્વિસ રોડ સાથ 12 લેનના ફ્લાયઓવરથી વાહન વ્યવહાર સરળ બનશે. તેના કારણે અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ જતા મુસાફરોને ફાયદો થશે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું હતું કે, લોકો અકસ્માતના ભય વિના જ હાઈવે ક્રોસ કરી શકશે. મોદીજીના નેતૃત્વમાં લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ગુજરાતમાં હજી પણ વિકાસના કામો અમે કરીશું. ગુજરાતમાં આવનાર દિવસોમાં અમરીકાથી પણ સારા માર્ગ હશે. અકસ્માતો અટકાવવા માટે બંને ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી પહેલી દ્વારકા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે.
દોઢ વર્ષ પહેલાં, આદરણીય વડા પ્રધાનના જન્મદિવસ પર આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ સમારોહ કરવામાં આવ્યો હતો, આજે ખૂબ જ આનંદની વાત છે કે આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થયું. ઉચ્ચ ગુણવત્તાની માળખાકીય સુવિધાઓનું નિર્માણ રાજ્ય અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં વધારો કરે છે. નેશનલ હાઈવે 48 ના અમદાવાદ-વડોદરા સેક્શનની દુમાડ ચોકડી પાસે સુધારણાની કામગીરી કરવામાં આવી છે. 27.01 કરોડના ખર્ચે લગભગ 3 કિલોમીટર લંબાઈના આ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં નવા સર્વિસ રોડ, વાહનોના અંડરપાસ અને આરસીસી ક્રેશ બેરિયર બનાવવામાં આવ્યા છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર રૂ. 17 કરોડના ખર્ચના બીજા પ્રોજેક્ટની લંબાઈ લગભગ 1 કિમી છે. આ પ્રોજેક્ટમાં વડોદરાના નેશનલ હાઇવે 48 દેના જંકશન પાસે અંડરપાસ અને સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટનો પ્રથમવાર નેશનલ હાઇવે 48 પર ઉપયોગ કરવામાં આવ્યો છે. અંડરપાસ અને સર્વિસ રોડની સપાટીમાં પોલિમર મોડિફાઇડ બિટ્યુમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને વધુ મજબૂતી અને તિરાડો સામે સારી પ્રતિકારકતા આપશે.
આ બાંધકામમાં પ્રથમ વખત 3 લેનનો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે અમને ટ્રાફિક જામની દુર્ઘટનામાંથી મુક્તિ મળશે. આ પ્રોજેક્ટ્સ દેના, હરિણી, વિરોદ ગામોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે, જેનાથી આ અકસ્માતગ્રસ્ત વિસ્તાર ટ્રાફિક માટે વધુ સુરક્ષિત બનશે. ઔદ્યોગિક વિસ્તારોમાંથી અવરજવર સુલભ રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે અને અર્થવ્યવસ્થામાં સુધારો થશે.