ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં લોકદરબાર ભરાશે. ગુજરાતમાં વિવધ જિલ્લાઓમાં લોકદરબારનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમના કાર્યક્રમોમાં રાજકિય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. અરજી માટે કોઈ દક્ષિણામાં લેવામાં આવશે નહીં. આ સાથે લોકોની અરજીઓના જવાબો પણ આપવામાં આવશે. રાધિકા સેવા સમિતી દ્વારા ગુજરાતમાં આ આયોજન કરવામાં આવ્યું છે.
- 1 અને 2જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં થશે કાર્યક્રમ
- સુરતમાં 26 અને 27 તારીખે કાર્યક્રમ થશે
- અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં કાર્યક્રમ
- રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિના મુલ્યે તમામ ભક્તો આવી શકશે, સ્થળ પર 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોની અરજી લાગશે તેમના પ્રશ્નોનો જવાબ આપનવામાં આવશે. અમદાવાદમાં કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં ચાણક્યપુરી ખાતે લોકદરબારનો કાર્યક્રમ યોજાશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં કાર્યક્રમ થશે જ્યારે સુરતમાં 26 અને 27 તારીખે કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં મોટી સંથખ્યામાં લોકો આવશે. ત્યારે રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.