જૂનાગઢની આન બાન અને શાન કહી શકાય તેવું ગીરનાર પર્વત હાલ વિકાસ માટે તરફડિયા મારી રહ્યો છે તે દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મીટીંગ દરમિયાન કહુ છે કે તેમના દ્વારા ગિરનાર ચડવા માટેની સીડી ના પગથિયાં 6 ફૂટ જેટલા પહોળા કરવામાં આવશે હાલ સિદ્ધાંતિક મંજૂરી ની મહોર લાગવાની જ બાકી છે ડિઝાઇન પણ તૈયાર થઈ ગય હોવાનો દાવો કરવામાં આવ્યો છે જુનાગઢ ગીરનાર પર્વત જવા માટે જ્યારથી સરકાર દ્વારા રોપ વે સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારથી પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ગિરનાર પર્વતનું મહત્વ પણ કેટલાક અંશે વધી ગયું છે તેને જોતા હવે ગિરનાર પર્વતની કેટલીક જગ્યાઓને પહોળી કરવા ની જરૂરિયાત ઊભી થઈ છે તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે બેઠક મળી હતી જેમાં જૂનાગઢના બિલ્ડર તેમજ જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળી હતી તે દરમિયાન ધારાસભ્ય દ્વારા ગિરનારના પગથિયાં સહિતની જગ્યાઓ પોહળી કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી જ બાકી હોવાની વાત કરી હતી આ પ્રોજેક્ટ શરૂ થાય તો 10 થી 12 વર્ષ નું કામ હોવાનું પણ કહ્યું હતું