વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપીને ‘સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન’ તરફ ઉઠાવેલું એક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પગલું ભારતીય પ્રતિભામાં વિશ્વાસની ફરી એકવાર પુષ્ટિ કરે છે
‘વિદેશી વિક્રેતાઓ પર ભારતની નિર્ભરતા ઘટશે’
DAC એ લશ્કરી સાધનોની પ્રાપ્તિ માટે રૂ. 70,584 કરોડના મૂલ્યની ‘એક્સેપ્ટન્સ ઑફ નેસેસિટી’ (AON)ને મંજૂરી આપી, જે હેઠળ તમામ ખરીદી ‘સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત’ શ્રેણી હેઠળ કરવામાં આવશે. રાજનાથના કાર્યાલયે ગુરુવારે ટ્વીટ કર્યું કે, “આટલા મોટા પાયા પર સ્વદેશી ખરીદી માત્ર ભારતીય ઉદ્યોગોને ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા તરફ પ્રેરિત કરશે નહીં, પરંતુ વિદેશી વિક્રેતાઓ પર ભારતની નિર્ભરતામાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.”
રાજનાથના ટ્વીટનો જવાબ આપતા મોદીએ લખ્યું, “રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું એ ભારતીય પ્રતિભામાં અમારા વિશ્વાસની પુષ્ટિ છે.” અન્ય ટ્વીટમાં તેમણે લોકોને મતુઆ મહા મેળામાં હાજરી આપવા માટે અપીલ કરી. પશ્ચિમ બંગાળના ઠાકુરબારી સ્થિત શ્રીધામ ઠાકુરનગર ખાતે 19 થી 25 માર્ચ દરમિયાન મતુઆ મહા મેળાનું આયોજન કરવામાં આવશે. મોદીએ કહ્યું, ‘મતુઆ મહા મેળો 2023 એ એક મહત્ત્વપૂર્ણ આયોજન છે, જે મતુઆ સમુદાયની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. હું લોકોને મેળામાં મોટી સંખ્યામાં આવવા વિનંતી કરું છું. માનવજાત દયા અને સેવાનો માર્ગ બતાવવા માટે શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની હંમેશા ઋણી રહેશે.’