દાહોદના ૨૮ વર્ષીય એક યુવાન વેપારીના નગ્ન વીડીયો બનાવી કોઈ અજાણી સ્ત્રીએ સોશ્યલ ચેટીંગ એપ્લીકેશન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ડ ઉપર આઈડી બનાવી તે વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂા. ૫૦ હજારની માંગમી કરી રૂા. ૧૫૦૦૦ ગુગલ પે મારફતે મંગાવી બ્લેકમેલ
કર્યાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૨૯-૧-૨૦૨૩ના રોજ રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે એક અજાણી મહિલાએ દાહોદ ગોદીરોડ મિશન હોસ્પિટલ પાસે બુરહાની બાગમાં રહેતા ૨૮ વર્ષીય વેપારી મુસ્તુફાભાઈ મઝહરભાઈ નગદીના નગ્ન વિડિયો બનાવી સોશ્યલ મિડિયા ચેટીંગ એપ્લેકેશન ઈન્સ્ટ્રાગામ એકાઉન્ડ ઉપર આઈ.ડી. બનાવી તે વિડિયો સોશીયલ મિડીયા ઉપર મૂકી વાયરલ કરવાની ધમકી આપી રૂા. ૫૦,૦૦૦ની માંગણી કરી હતી અને રૂા. ૧૫૦૦૦ મુસ્તુફાભાઈ પાસેથી ગુગલ પે મારફતે મંગાવી બ્લેકમેઈલ કર્યા હતા અને ત્યારબાદ અવાર નવાર વધુ રૂપિયા પડાવવાની દાનતથી નગ્ન ફોટા સોશીયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હોઈ આ સંબંધે બ્લેકમેલીંગનો ભોગ બનેલ વેપારી મુસ્તુફાભાઈ મઝહરભાઈ નગદીએ દાહોદ બી ડિવિઝન પોલિસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.