અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શિણાવાડ ગામના પંચાલ ફળીયા નજીક કારમાંથી 1.5 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો કારમાં દારૂ સંતાડી રાખનાર બુટલેગર બિપિન જયસ્વાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા શિણાવાડ ગામનો નામચીન બુટલેગર બિપિન વિનુભાઈ જયસ્વાલ રાજસ્થાનમાંથી કારમાં વિદેશી દારૂ ભરી લાવી કારને પંચાલ ફળીયા નજીક બિનવારસી હાલતમાં મૂકી રાખી હોવાની બાતમી મળતા પોલીસે પંચાલ ફળીયા નજીક તપાસ હાથધરતા એક મારુતિ 800 કાર મળી આવતા કારમાં તલાસી લેતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-608 કીં.રૂ.105600/- તેમજ કાર મળી રૂ.2.05 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કરી બુટલેગર બિપિન વિનુ ઉર્ફે દિલીપ જયસ્વાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અત્રે ઉલ્લેખનિય છે કે, છલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂ ની હેરાફેરી કરતા નામચીન બુટલેગરો ને પકડવાનો સિલસિલ યથાવત છે ત્યારે વધુ એક બુટલેગર ફરાર થઈ ગયો