દેશમાં દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણની માગ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં, જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માગો છો, તો તમે પેટ્રોલ પંપ ખોલી શકો છો. પેટ્રોલ પંપનો ધંધો એવો ધંધો છે જે સફળ થવાની સંપૂર્ણ ગેરેન્ટી છે. આજકાલ, પેટ્રોલ અને ડીઝલની વધતી માગને કારણે, દરેક નાના-મોટા ગામ અને શહેરમાં નવા પેટ્રોલ પંપ ખુલી રહ્યા છે, જેનો અર્થ એ છે કે આ બિઝનેસ શરૂ કરીને તમને ખૂબ જ નફો મળશે.
આપને જણાવી દઈએ કે, પેટ્રોલ પંપ ખોલવા માટે તમારી પાસે કોઈપણ મુખ્ય રસ્તા પર ઓછામાં ઓછી 800 ચોરસ મીટર જમીન હોવી જરૂરી છે. ચાલો જાણીએ પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે શું કરવું પડશે.
આ યોગ્યતા હોવી જોઈએ
જો તમે પેટ્રોલ પંપ ખોલવા માગો છો, તો તેના માટે યોગ્યતાના માપદંડ હેઠળ તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. તેની સાથે, અરજદારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. આ સિવાય, અરજદારને રિટેલ આઉટલેટ, બિઝનેસ અથવા અન્ય સંબંધિત ક્ષેત્ર ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ઉપરાંત, અરજદારનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ.
આ વસ્તુઓની પડશે જરૂર
પેટ્રોલ પંપ ખોલવા માટે કોઈપણ મેન રોડ પર તમારા નામે જમીન હોવી જરૂરી છે. જો તમે એક ડિસ્પેન્સિંગ યુનિટ ઇન્સ્ટોલ કરો છો, તો 800 ચોરસ મીટર અને બે ડિસ્પેન્સિંગ યુનિટ માટે 1200 ચોરસ મીટર જમીનની જરૂર પડશે. તેમજ આ જમીન કોઈપણ પ્રકારના કાયદાકીય વિવાદોથી મુક્ત હોવી જોઈએ.
પેટ્રોલ પંપ બિઝનેસમાં ખર્ચ અને કમાણી
જો કે, પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે શરૂઆતમાં ઘણા રૂપિયા રોકાણ કરવા પડે છે, પરંતુ એકવાર તમે કમાવાનું શરૂ કરો છો, તો તમે તેને જલ્દીથી રિકવર કરી શકો છો. આપને જણાવી દઈએ કે, એકવાર તમે પેટ્રોલ પંપ શરૂ કરો છો, તો તમારે ઓછામાં ઓછા 8-10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે તમારા પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ શરૂ થાય છે, ત્યારે તમે તેની કમાણીથી દર વર્ષે આટલી જ રકમ સરળતાથી બચાવી શકો છો.