રાજકોટમાં વીજ ચોરી પકડી પાડવા માટે પીજીવીએસલની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 33 ટીમો દ્વારા આજે પણ લાખોની વીજચોરી ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી 28 લાખની વીજળી ઝડપાઈ હતી. ત્યારે વધુ વીજચોરી કરતા જોડાણો કાપી સીલ મારવા સહીતની કામગિરી પણ કરવામાં આવશે.
રાજકોટમાં સતત બીજા દિવસે પીજીવીએસએલના દરોડાથી વીજચોરી કરનાર લોકોમાં ફફડાટ પેઠો છે. રાજકોટમાં પ્રથમ દિવસે સોમવારે કાર્યવાહી કરાયા બાદ સતત બીજા દિવસે આ દરોડા ચાલું છે. આજે સવારથી જ આ કાર્યવાહી યથાવત રખાઈ છે. રાજકોટ પીજીવીએસએલ દ્વારા સખત ઝૂંબેશ અંતર્ગત આ કામગિરી વીજચોરી પકડી પાડવાની ઝૂંબેશ અંતર્ગત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા
રેસક્રોસ સહીતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ સિવાય માધાપર, બેડીનાકા, સૈનિક સોસાયટી, નવરંગપરા, બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ 33 જેટલી ટીમો આ કાર્યવાહીમાં જોડાઈ છે. ગઈકાલે 36 જેટસી ટીમો દ્વારા આ કામગિરી કરવામાં આવી હતી ત્યારે આજે પણ લાખો રુપિયાની ચોરી પકડાઈ શકે છે.
ગુજરાતભરમાં આ પ્રકારે વીજચોરી કરતા લોકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં કેટલાક સંજોગોમાં પોલીસને સાથે રાખીને પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો વીજળી બિલ ન ભરવાના કારણે આ પ્રકારે વીજ ચોરી કરી રહ્યા છે.